મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર, અત્યાર સુધીમાં 33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી

પ્રયાગરાજ મહાકુંભમાં રવિવાર 2 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી 41.90 લાખથી વધુ ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી. જ્યારે, 1 ફેબ્રુઆરી સુધીમાં 33.61 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આ માહિતી ઉત્તર પ્રદેશ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવી છે.

મૌની અમાવાસ્યાની જેમ, વસંત પંચમી પર અમૃત સ્નાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર સક્રિય બની ગયું છે. વસંત પંચમી પર અમૃત સ્નાન કરવા માટે સંગમ પહોંચેલા અને ઘાટ પાસે રોકાઈ રહેલા શ્રદ્ધાળુઓને વહીવટીતંત્ર દ્વારા હટાવવામાં આવી રહ્યા છે. પોલીસ સતત સાયરન વગાડીને લોકોને દૂર હટાવવાનું કામ કરી રહી છે.

જણાવી દઈએ કે મૌની અમાવસ્યા પર હોલ્ડિંગ એરિયામાં લોકોનું રોકાવું અને ઊંઘવું પણ નાસ્ભાગનું એક કારણ હતું. આ જ કારણ છે કે વહીવટીતંત્ર પહેલાથી જ અહીંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યું છે. વસંત પંચમી પર કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે, મહા કુંભ મેળા વિસ્તારમાં ચાર પૈડાવાળા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *