ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ત્રણ મહિનામાં બીજી વખત વધ્યા ભાવ

દેશમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. આવશ્યક ચીજવસ્તુઓ દિવસેને દિવસે મોંઘી થઈ રહી છે. દૂધ, પેટ્રોલ, ડીઝલ અને CNG પછી દેશમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સમાચાર એજન્સી PTI એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ગેસ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો કર્યો છે, જેનાથી ઘરેલુ સિલિન્ડરનો ભાવ 942 રૂપિયા થઈ ગયો છે.

દિલ્હી-NCRમાં 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG ગેસ સિલિન્ડરનો ભાવ હવે 942 રૂપિયા પર પહોંચી ગયો છે. 5 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ 339 રૂપિયા છે. વધુમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 3,113 રૂપિયા પર યથાવત છે. છેલ્લા ત્રણ મહિનામાં LPG સિલિન્ડરના ભાવમાં આ બીજો વધારો છે. અગાઉ 7 માર્ચના રોજ 60 રૂપિયાનો વધારો કરાયો હતો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ઉથલપાથલને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં વધારો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *