અમદાવાદની CTM બ્રાઇટ સ્કૂલમાં હોબાળો: ધોરણ 4ના બાળકે ‘I Love You’ની ચિઠ્ઠી લખતાં વિવાદ

 અમદાવાદના CTM વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલ વિવાદમાં આવી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ-4ના વિદ્યાર્થીઓ પોતાના ક્લાસની વિદ્યાર્થિનીને I Love You લખેલી ચિઠ્ઠી લખી હતી. આ ઘટના બાદ શિક્ષક અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીને ઠપકો આપવામાં આવ્યો હતો. બીજીતરફ શિક્ષકે બાળકને ફૂટપટ્ટીથી માર મારવાના આરોપ સાથે વાલીઓએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર સીટીએમ વિસ્તારમાં આવેલી બ્રાઇટ સ્કૂલમાં ધોરણ 4મા અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ પોતાના ક્લાસની વિદ્યાર્થિનીને આઈ લવ યુ લખેલી ચિઠ્ઠી લખી હતી. ત્યારબાદ શિક્ષક અને પ્રિન્સિપાલ દ્વારા આ બાળકને ઠપકો આપવામાં આવ્યો હતો. જ્યારે વાલીઓએ બાળકને માર મારવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.આ સમગ્ર મામલે સ્કૂલના ડાયરેક્ટર ઈન્દ્રજીત મૌર્યએ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે અમારી સ્કૂલ 19 સપ્ટેમ્બરે આ ઘટના બની હતી. શનિવારે અમારા શિક્ષક ક્લાસમાં હતા આ દરમિયાન વિદ્યાર્થીએ I Love You લખેલી ચિઠ્ઠી સામે આવી હતી. જે વિદ્યાર્થીઓ ચિઠ્ઠી લખી હતી તેને શિક્ષકે ઠપકો આપ્યો હતો. જે છોકરીને ચિઠ્ઠી લખવામાં આવી તે રડી રહી હતી.

છોકરીએ જણાવ્યું કે બધા મને ચીડવે છે. અમે બંને બાળકને ઓફિસમાં બોલાવ્યા હતા. આખી હકીકત જાણી છોકરાને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ અચાનક છોકરો દોડીને સ્કૂલની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ અમે વાલીને જાણ કરી હતી. પછી સ્કૂલ પર વાલી થોડા લોકો સાથે આવ્યા અને હોબાળો કર્યો હતો. બાળકને વાગ્યું નહોતું છતાં 108 બોલાવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

આ બાળકની સાથે અમારો સ્ટાફ પણ હોસ્પિટલ ગયો હતો. હોસ્પિટલે પણ જણાવ્યું કે ખાસ વાગ્યું નથી તો કઈ સારવાર કરવામાં આવે. ત્યારબાદ વાલીએ પોતાના મામા થકી આ મુદ્દાના સમાધાન માટે 25 લાખની માગણી કરી હતી. શાળાએ આરોપ લગાવ્યો કે વાલી દ્વારા 25 લાખ રૂપિયા માગવામાં આવ્યા છે. શાળાએ આરોપ લગાવતા કહ્યું કે વાલી દ્વારા એક વર્ષની ફી માફ કરવાનું દબાણ પણ કરવામાં આવ્યું છે. સ્કૂલના ડાયરેક્ટરે કહ્યું કે, વાલીની વાત માન્ય ન રાખતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *