ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ જાહેર: હર્ષ સંઘવી સહિત આ 19 દિગ્ગજોને સ્થાન, જાણો કોને મળ્યું સ્થાન?

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ચૂંટણીના મેદાનમાં ઉમેદવારોની પસંદગી અને વ્યૂહરચના ઘડવા માટે ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં સંગઠન અને સરકારના દિગ્ગજ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ભાજપની આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં કુલ 19 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યના વહીવટી અને સંગઠન માળખાના મુખ્ય નેતાઓમાં ભુપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી સહિત અનેક નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમિતિમાં પ્રદેશના અન્ય વરિષ્ઠ નેતાઓ અને પદાધિકારીઓને સ્થાન આપીને જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
ચૂંટણી સમિતિમાં નિર્ણય પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ અને અન્ય આમંત્રિત સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ યાદીમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમના બહોળા અનુભવનો લાભ આગામી ટિકિટ ફાળવણીમાં લેવામાં આવશે. સંગઠનના અન્ય મહત્વના હોદ્દેદારોને પણ માર્ગદર્શન માટે આ સમિતિમાં સ્થાન અપાયું છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અમદાવાદના BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગતા મુસાફરોમાં દોડધામ, ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે