લોન સસ્તી થશે, EMI પણ ઘટશે : RBIએ રેપો રેટમાં ઘટાડાની કરી જાહેરાત

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI એ વ્યાજ દર 6.5% થી ઘટાડીને 6.25% કર્યા છે. એટલે કે, લોન સસ્તી થશે અને તમારી EMI પણ ઓછી થશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સવારે 10 વાગ્યે મોનેટરી પોલિસી કમિટી (MPC) માં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી.

કોઈપણ કેન્દ્રીય બેંક પાસે પોલિસી રેટના રૂપમાં ફુગાવા સામે લડવા માટે એક શક્તિશાળી સાધન હોય છે. જ્યારે ફુગાવો ખૂબ ઊંચો હોય છે, ત્યારે કેન્દ્રીય બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે.

જો પોલિસી રેટ ઊંચો હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં બેંકો તેમના ગ્રાહકો માટે લોન મોંઘી બનાવે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. જ્યારે નાણાંનો પ્રવાહ ઘટે છે, ત્યારે માગ ઘટે છે અને ફુગાવો ઘટે છે.

તેવી જ રીતે જ્યારે અર્થતંત્ર ખરાબ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે પુનઃપ્રાપ્તિ માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય બેંક પોલિસી રેટ ઘટાડે છે. આના કારણે, બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *