Navsari: 8 માર્ચે નવસારીમાં લખપતિ દીદી સન્માન સમારોહ, PM મોદી ઉપસ્થિત રહેશે

8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીના વાંસી બોરસી ખાતે લખપતિ દીદી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ હાજરી આપશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યક્રમમાં એક લાખથી વધુ મહિલાઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી લખપતિ દીદીઓ સાથે સીધો સંવાદ કરશે. કાર્યક્રમ સ્થળે 33 જિલ્લાની સખી મંડળોના ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મહિલાઓ માટે પરિવહન સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાર્કિંગ, આરોગ્ય સેવાઓ, વોશરૂમ, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે નોડલ અધ્યાપકોની નિમણૂક કરવામાં આવી છે. ટ્રાફિકના કિસ્સામાં પોલીસ અને વહીવટી તંત્ર પરીક્ષાર્થીઓની મદદ કરશે.

આ પણ વાંચો, હોળી પહેલા મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો નવી કિંમત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *