કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં

ગુજરાતી લોકસંગીત ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવનાર લોકગાયિકા કિંજલ રબારી ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી તેમના કથિત અપહરણની ઘટના સામે આવ્યા બાદ કિંજલ રબારીએ પોતે વીડિયો જાહેર કરીને સમગ્ર મામલે મોટો ખુલાસો કર્યો છે. કિંજલ રબારીના જણાવ્યા પ્રમાણે તેમનું કોઈ અપહરણ થયું નથી અને તેઓ પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગયા છે. આ ઘટનાને પગલે તેમના આંતરજ્ઞાતિય પ્રેમલગ્નનો જૂનો વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે.

કિંજલ રબારી ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ સાથે જોડાયેલા લોકગાયિકા છે. ગુજરાતી લોકસંગીત, ભક્તિગીતો, દેશી લગ્નગીતો સાથે જોડાયેલા ગીતોના કારણે તેમણે પોતાની અલગ ઓળખ બનાવી છે.

કિંજલ રબારીને બાળપણથી જ સંગીતમાં રસ હતો અને તેમણે ગ્રામીણ વાતાવરણમાંથી પોતાની સંગીતયાત્રાની શરૂઆત કરી હતી. તેમની ગાયકીમાં ઉત્તર ગુજરાતની લોકપરંપરાની સ્પષ્ટ છાપ જોવા મળે છે. સમય જતાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના કારણે તેમની લોકપ્રિયતા વધુ વધી અને ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં યોજાતા કાર્યક્રમો અને ડાયરાઓમાં પણ તેઓ જાણીતા બન્યા.

કિંજલ રબારીનું નામ લાંબા સમય સુધી તેમની ગાયકીના કારણે ચર્ચામાં રહ્યું હતું, પરંતુ 2026 દરમિયાન તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘટનાક્રમે તેને સમાચારના કેન્દ્રમાં લાવી દીધી. ખાસ કરીને આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન અને ત્યારબાદ બંને સમાજ વચ્ચે ઊભેલા વિવાદને કારણે મામલો ચર્ચામાં આવ્યો હતો.

માર્ચ 2026માં કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથે પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાની સોશિયલ મીડિયા મારફતે જાણકારી આપી હતી. બંને અલગ સમાજ સાથે જોડાયેલા હોવાથી આ લગ્ન બાદ સામાજિક વિરોધની સ્થિતિ સર્જાઈ હતી. કિંજલ રબારીએ એક વીડિયોમાં લગ્ન પોતાની ઇચ્છાથી કર્યા હોવાની વાત કરી હતી અને સુરક્ષાની જરૂરિયાત અંગે પણ રજૂઆત કરી હતી.

ત્યારબાદ બંને સમાજના આગેવાનો વચ્ચે સમજાવટ અને મધ્યસ્થીના પ્રયાસોના અહેવાલો સામે આવ્યા હતા. થોડા સમય બાદ કિંજલ રબારી પોતાના પિતાના ઘરે પરત ફર્યા હોવાની માહિતી સામે આવી હતી. ઘરે પરત આવ્યા બાદ તેમણે વીડિયો જાહેર કરીને પોતાની ભૂલ સમજાઈ હોવાનું પણ જણાવ્યું હતું.

કિંજલ રબારીએ પહેલા કોની સાથે લગ્ન કર્યા હતા?

કિંજલ રબારીએ 2 મે, 2024ના રોજ અશોક ચૌધરી નામના યુવક સાથે પોતાની મરજીથી પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન આંતરજ્ઞાતિય હોવાથી બંને સમાજમાં ભારે ચર્ચા અને વિરોધની સ્થિતિ સર્જાઈ હતી. આ લગ્ન બાદ પરિવાર અને સમાજના દબાણને લઈને વિવાદ વધ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારબાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીના સંબંધોનો મામલો કાનૂની પ્રક્રિયા સુધી પહોંચ્યો હતો.

પહેલા લગ્ન બાદ બીજા લગ્ન કોની સાથે કર્યા?

પહેલા લગ્ન અને ત્યારબાદ ઊભેલા વિવાદ બાદ ઓગસ્ટ 2026માં કિંજલ રબારીના ફરી લગ્ન અંગેના અહેવાલો સામે આવ્યા હતા. અનેક ગુજરાતી મીડિયા અહેવાલો અનુસાર, તેમણે પાટણના ગોતરકા ગામના રહેવાસી  મુકેશ રબારી સાથે લગ્ન કર્યા હતા.

ક્યાંથી થયું કથિત અપહરણ?

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા CBD મોલ પાસેથી કિંજલ રબારી જ્યારે તેમના પતિ સાથે ફિલ્મ જોવા પહોંચી હતી ત્યારે બે કારમાં આવેલા લોકોએ તેમના પતિને પકડી રાખ્યો અને ત્યારે કિંજલ કારમાં બેસીને જતી રહી. પોલીસની પ્રાથમિક તપાસમાં CCTV ફૂટેજ સામે આવ્યા હતા.

ઘટના બાદ ચાંદખેડા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી અને મહેસાણા તથા પાટણ તરફ ટીમો મોકલવામાં આવી હતી. રાધનપુર અને મહેસાણા પોલીસને પણ સતર્ક કરવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસ સામે મુખ્ય સવાલ એ હતો કે કિંજલ રબારીનું ખરેખર અપહરણ થયું છે કે પછી તેઓ પોતાની મરજીથી કોઈની સાથે ગયા છે. CCTVમાં તેઓ જાતે કારમાં બેસતા જોવા મળતાં આ મામલે અનેક સવાલો ઊભા થયા હતા.

હવે સમગ્ર ઘટનામાં મોટો વળાંક આવ્યો. કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને પોતાના અપહરણની વાતને ફગાવી દીધી છે. કિંજલ રબારીના જણાવ્યા પ્રમાણે તેમનું કોઈ અપહરણ થયું નથી અને તેઓ પોતાની સંપૂર્ણ મરજીથી પોતાના પ્રથમ પ્રેમ અને પતિ અશોક ચૌધરી સાથે ગયા છે.

વીડિયોમાં કિંજલ રબારીએ દાવો કર્યો છે કે તેમણે પરિવારને મનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર ન માનતા તેઓ 10 માર્ચ, 2026ના રોજ અશોક સાથે ગયા હતા. ત્યારબાદ તેમના પિયર પક્ષના લોકોએ તેમને પકડી લીધા અને તેમના પતિને માર માર્યો હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.

કિંજલ રબારીએ વધુમાં દાવો કર્યો કે તેમને બળજબરીથી રાધનપુર કોર્ટમાં લઈ જઈ છૂટાછેડાની અરજી કરાવવામાં આવી હતી અને તેમની મરજી વિરુદ્ધ અન્ય પુરુષ સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, ત્યાં પોતાના જીવને જોખમ હોવાને કારણે તેમણે પોતે અશોકનો સંપર્ક કર્યો અને 6 સપ્ટેમ્બર, 2026ના રોજ સ્વેચ્છાએ તેમની સાથે જવા નિર્ણય લીધો. કિંજલ રબારીએ પોલીસ અને વહીવટીતંત્રને વિનંતી કરી છે કે તેઓ પોતાના મૂળ પતિ અશોક ચૌધરી સાથે સુરક્ષિત છે અને આ મામલે કોઈ ખોટી પોલીસ ફરિયાદ કે કેસ કરવામાં ન આવે.

માલધારી એકતા સમિતિના પ્રમુખનું નિવેદન શું છે?

કિંજલ રબારીની સમગ્ર ઘટનાને લઈને માલધારી એકતા સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સમગ્ર માલધારી સમાજને આ ઘટનાથી અલગ રહેવા માટે અપીલ કરી છે. નાગજીભાઈ દેસાઈએ નિર્દોષ અને ભોળા માલધારી સમાજના લોકોને લાગણીમાં આવીને આ મામલે જોડાઈ ન જવાની વિનંતી કરી છે. તેમણે યુવાનો અને સામાજિક આગેવાનોને પણ આ ઘટનામાં જોડાઈને કોઈ પગલું ન ભરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *