Gujarati-origin Kash Patel sworn in as FBI Director:ગુજરાતી મૂળના કાશ પટેલે FBI ડિરેક્ટર પદના લીધા શપથ, ભગવદ ગીતા પર હાથ મુકીને સંભાળી જવાબદારી

Oplus_131072

ગુજરાતી અને ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર કાશ પટેલે અમેરિકાની સંઘીય તપાસ એજન્સી (FBI)ના ડિરેક્ટર પદના શપથ લીધા છે. આ દરમિયાન તેમને ગીતા પર હાથ મુકીને જવાબદારી સંભાળી હતી. કાશ પટેલ FBIનું નેતૃત્ત્વ કરનારા નવમાં વ્યક્તિ બન્યા છે.

શપથ ગ્રહણ સમારંભ વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસ પરિસરના આઇજનહાવર એક્ઝીક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં આયોજિત કરવામાં આવ્યો હતો. અમેરિકન એટોર્ની જનરલ પૈમ બોન્ડીએ કાશ પટેલને શપથ લેવડાવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની કરી હતી પ્રશંસા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલની નિયુક્તિની પ્રશંસા કરી હતી અને FBIના એજન્ટો વચ્ચે તેમની લોકપ્રિયતાને તેનું કારણ જણાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે હું કાશ પટેલને એટલા માટે પસંદ કરૂ છું અને આ પદ પર નિયુક્ત કરવા માંગતો હતો કારણ કે એજન્સીના એજન્ટ તેમનું સન્માન કરે છે. ટ્રમ્પે કહ્યું કે તે આ પદ પર અત્યાર સુધીના સૌથી સારા વ્યક્તિ સાબિત થશે, તેમની નિયુક્તિ ઘણી આસાન રહી. તે મજબૂત અને દૃઢ વિચારો ધરાવતા વ્યક્તિ છે. ટ્રે ગૌડીએ પણ તેમની પ્રશંસા કરી હતી અને કહ્યું કે લોકો કાશ પટેલની ક્ષમતાને સમજી નથી શકતા.

આ પણ વાંચો, રાજકોટમાં ઇંસ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીનો આપઘાત, કારણ અકબંધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *