ઇરાનમાં 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા, લોકોને પરમાણુ પરીક્ષણની આશંકા

ઈરાનમાં ઈઝરાયલી બોમ્બમારા વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધનો આજે ચોથો દિવસ છે. ઈરાનમાં અચાનક ધરતી ધ્રુજી છે. દક્ષિણ ઈરાનના ગેરાશ શહેરમાં આજે એટલે કે મંગળવારે 4.3 મેગ્નિટ્યુડનો ભૂકંપ આવ્યો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS) એ આ માહિતી આપી છે. લોકોના મનમાં આશંકા છે કે ક્યાંક ઈરાન દ્વારા આ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો હશે. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ જમીનથી 10 કિમી નીચે છે. ભૂકંપના આંચકા બાદ લોકો ઘરમાંથી બહાર ભાગવા લાગ્યા છે.
આ દરમિયાન ઇરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું છે કે તેણે વિશ્વના તેલ પુરવઠા માટે એક મહત્ત્વપૂર્ણ શિપિંગ રૂટ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના રસ્તાને બંધ કરી દીધો છે. આ દરિયાઈ માર્ગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે વિશ્વનો મોટો ભાગનો તેલ અહીંથી પસાર થાય છે.
IRGCના એક અધિકારીએ સરકારી ટીવી પર કહ્યું કે જો કોઈ જહાજ આ માર્ગેથી પસાર થવાનો પ્રયાસ કરશે, તો તેને રોકવામાં આવશે અને નિશાન બનાવી શકાય છે. ભારતનું લગભગ 50% તેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગેથી આવે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:અમદાવાદમા એડવોકેટના વેશમાં હિન્દુ દીકરી સાથે વિધર્મી યુવક પહોંચ્યો પ્રેમલગ્ન કરવા, મચ્યો હોબાળો