કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ કરી રાજીનામાની જાહેરાત, DK શિવકુમાર સંભાળશે રાજ્યની કમાન

 કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરૂવારે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. બેંગલુરૂમાં મુખ્યમંત્રી આવાસ પર મંત્રીઓની સાથે બ્રેકફાસ્ટ મીટિંગમાં તેમણે આ જાહેરાત કરી છે. તેમણે મંત્રીઓને પોતાના આ નિર્ણયની જાણકારી આપી. બપોરે ત્રણ કલાકે સિદ્ધારમૈયા લોકભવન જશે. તેઓ રાજ્યપાલ ઓફિસને પોતાનું રાજીનામું સોંપશે કારણ કે આ સમયે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોલ બેંગલુરૂમાં હાજર નથી. તેઓ આ સમયે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં છે. 

સિદ્ધારમૈયાએ સવારે 10.30 કલાકે બ્રેકફાસ્ટ પર કેબિનેટની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે રાજીનામાની જાહેરાત કરવાની હતી. તેમના રાજીનામા બાદ ડીકે શિવકુમારના મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. તેને લઈને ઘણા સમયથી કર્ણાટકની રાજનીતિમાં હલચલ જોવા મળી રહી હતી.આ પહેલા આજે સવારે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારે બેંગલુરૂમાં મુખ્યમંત્રી આવાસ પર બ્રેકફાસ્ટ મીટિંગ દરમિયાન એકબીજાને ગળે લગાવ્યા. નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ચરણ સ્પર્શ પણ કર્યાં હતા.

23 મે 2023ના સિદ્ધારમૈયા બન્યા હતા CM
કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર 2023મા બની હતી. 23 મે 2023ના સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી પદે શપથ લીધા હતા. ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા પર વાત થઈ હતી. એટલે કે પહેલા અઢી વર્ષ સિદ્ધારમૈયા અને બાકીના અઢી વર્ષ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી રહેશે. પરંતુ સરકારમાં ત્રણ વર્ષ બાદ પણ સત્તા પરિવર્તન થઈ રહ્યું નહોતું. તેને લઈને સિદ્ધારમૈયા અને ડીકેના જૂથ વચ્ચે વિવાદ જોવા મળી રહ્યો હતો.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://કોણ બન્યા મેયર? વડોદરા, રાજકોટ સહિત 5 મનપાના પદાધિકારીઓના નામ જાહેર, આ રહ્યું આખું લિસ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *