કાંટા લગા ફેમ અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન, 42 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટએટેક

અભિનેત્રી અને મોડેલનું શુક્રવારે (27 જૂન) મોડી રાત્રે અચાનક અવસાન થયું હતું. અહેવાલો અનુસાર, અભિનેત્રીને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ તેના પતિએ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. તેના મૃત્યુના સમાચારથી મનોરંજન ઉદ્યોગ અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મુંબઈની કૂપર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, જે અભિનેત્રી અને મોડેલનું અવસાન થયું છે તે બીજુ કોઈ નહીં પણ કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા છે. તેણે 42 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધુ હતું. તેમના અચાનક અવસાનથી ચાહકો ઘેરા શોકમાં છે. ફિલ્મ સમીક્ષક વિક્કી લાલવાણીએ ચાહકો સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા છે. શેફાલી સલમાન ખાનના શો બિગ બોસ 13માં પણ જોવા મળી હતી.

શેફાલી જરીવાલાએ પોતાના શાનદાર અભિનય અને સુંદરતાથી દર્શકોના દિલ જીતી લીધા. જો કે, 2002માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વિડીયો ‘કાંટા લગા’માં તેના ડાન્સે તેને રાતોરાત ફેમસ કરી દીધી હતી. શેફાલીનો ગ્લેમરસ લુક, ઘણી જગ્યાએ ટેટૂ, કમર પર પેટનું બટન, પિયર્સિંગ અને આધુનિક પોશાક પહેરવાથી તે ‘કાંટા લગા ગર્લ’ તરીકે ફેમસ થઈ ગઈ હતી. આ મ્યુઝિક વિડીયો ફેમસ થયા બાદ, દેશમાં રિમિક્સ સંગીતનો એક નવો યુગ શરૂ થયો. આ ઉપરાંત, તેમણે ઘણી ટીવી સિરિયલો અને પ્રોજેક્ટ્સમાં કામ કર્યું, જેના માટે તેમની ખૂબ પ્રશંસા થઈ.

શેફાલી જરીવાલાનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ અમદાવાદ, ગુજરાતમાં થયો હતો. તેના પિતાનું નામ સતીશ જરીવાલા અને માતાનું નામ સુનીતા જરીવાલા છે. શેફાલીએ 2014માં ટીવી સીરિયલ એક્ટર પ્રાગ ત્યાગી સાથે લગ્ન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *