Ahmedabad: 27 જૂને અમદાવાદમાં નીકળશે જગન્નાથજીની 148મી રથયાત્રા, જાણો નેત્રોત્સવ સહિતના તમામ કાર્યક્રમ

અમદાવાદમાં છેલ્લા 147 વર્ષથી અષાઢી બીજના શુભ અવસરે જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા યોજાય છે. આ વર્ષે અષાઢી બીજ 27 જૂન શુકવારના રોજ હોવાથી આ દિવસે ભગવાનની રથયાત્રા યોજાશે, આ રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરાયા છે. જેમાં 108 કળશમાં જળ ભરવા માટે સાબરમતી સુધી જળ યાત્રા યોજાય છે. આ જળથી ભગવાનનો અભિષેક થાય છે. બાદ નેત્રોત્સ યોજાય છે. 25મીએ ભગવાનની નેત્રોત્સવ વિધી થશે, તો 26 જૂનના ભગવાનના સોનાવેશના દર્શન કરાવાવમાં આવશે. 27મી જૂને અષાઢી બીજના સવારે 5 વાગ્યે મંદિરે મંગળા આરતી થશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાજર રહેશે. આ મંગળા આરતી બાદ રાસ ગરબાનો કાર્યકમ યોજશે. આમાં ભગવાનનું મનગમતું આદિવાસી નૃત્ય પણ કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી રથયાત્રામાં બિરાજી ભક્તોને દર્શન આપશે. 27મીએ અષાઢી બીજે યોજનાર રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે.
અમદાવાદ શહેરમાં રથયાત્રાને લઇને તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. આગામી 27મી જૂને અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. જેને લઈ મંદિર, વહીવટી તંત્ર અને અન્ય એજન્સીઓ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પ્રાંગણમાં કોઈ બનાવ બને કોઈ રાહત મળે તે માટે સઘન સુરક્ષા ગોઠવવામાં આવે છે. ઐતિહાસિક રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજ, 101 ભારતીય પરંપરાની ઝાંખી કરાવતા ટ્રકો, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડ બાજા રહેશે.
આ પણ વાંચો, 27 જૂન સુધી રાજ્યના આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ