પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસેથી થાંભલા હટાવ્યા તો ભારતે પણ કરી નાખી બુલડોઝર કાર્યવાહી

ભારતે દિલ્હીમાં પાકિસ્તાન હાઈ  કમિશનને મળતી બહારી સુરક્ષા હટાવી દીધી છે. હાઈ  કમિશનની બહાર લાગેલા ટ્રાફિક બોલાર્ડ અને બેરિકેડ્સને બુલડોઝરથી હટાવી દીધા. આ કાર્યવાહી પાકિસ્તાન તરફથી ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન બહાર લગાવવામાં આવેલા પાર્કિંગ પોલ હટાવવાના બરાબર ત્રણ દિવસ બાદ થઈ. આવામાં ભારતની આ કાર્યવાહીને પાકિસ્તાનની કાર્યવાહી મુદ્દે જેવા સાથે તેવા જેવો જવાબ ગણવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશન બહાર ખાસ કરીને તેના વિઝા સેક્શન આસપાસ કેટલીક એવી સંરચનાઓ હતી જે નિર્ધારિત પરિસરની મર્યાદા બહાર હતી. તેને ગેરકાયદેસર ગણવામાં આવી અને સંબંધિત એજન્સીઓએ તેને હટાવી દીધી. WIONના રિપોર્ટ મુજબ દિલ્હીમાં થયેલી આ કાર્યવાહીને પાકિસ્તાન તરફથી ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશન બહાર કરાયેલી તાજેતરની કાર્યવાહીના જવાબ તરીકે પણ જોવામાં આવી છે. હાલમાં જ પાકિસ્તાની અધિકારીઓએ ભારતીય હાઈ કમિશનની બહાર લાગેલા પાર્કિંગ પોલ હટાવ્યા હતા. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં લાંબા સમયથી ચાલતી તનાતની વચ્ચે બંને દેશો તરપથી એક બીજા વિરુદ્ધ આ પ્રકારની પ્રશાસનિક કાર્યવાહી પહેલા પણ થતી આવી છે. 

ઈસ્લામાબાદમાં શું થયું હતું
ભારતની કાર્યવાહી પહેલા હાલમાં જ પાકિસ્તાને ઈસ્લામાબાદ સ્થિત ભારતીય હાઈ કમિશનની બહાર લાગેલા પાર્કિંગ પોલ હટાવ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં જ્યારે પણ તણાવ વધે છે ત્યારે બંને દેશોએ અનેકવાર એક બીજા વિરુદ્ધ સમાન કે જવાબી પ્રશાસનિક પગલાં ભર્યા છે. જેમાં રાજનયિક કર્મચારીઓની સંખ્યા ઘટાડવી, અરજવર અને પહોંચ પર પ્રતિબંધો લગાવવા તથા મિશન  સંબંધિત સુવિધાઓને મર્યાદિત કરવી વગેરે સામેલ છે. આથી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશન બહાર થયેલી લેટેસ્ટ કાર્યવાહીને પણ તેના વ્યાપક સિલસિલાની કડી ગણવામાં આવી રહી છે. 

બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ સંબંધો
બંને દેશો વચ્ચે આમ પણ સંબંધ સામાન્ય નથી. ગત વર્ષે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ ખુબ વધી ગયો. આ હુમલામાં 26 નિર્દોષ પર્યટકોએ જીવ ગુમાવ્યા હતા. ભારતે તેના જવાબમાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. જે હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારોમાં આતંકી ઠેકાણા ટાર્ગેટ કરાયા હતા. બંને દેશો વચ્ચે સૈન્ય  તણાવ 10 મેના સીઝફાયર બાદ ઓછો થયો હતો. 

સર્જિયો ગોરના નિવેદને પાકિસ્તાનની ચિંતા વધારી
ભારતમાં અમેરિકાના રાજદૂત અને દક્ષિણ મધ્ય એશિયા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સર્જિયો ગોરના હાલના શ્રીનગર પ્રવાસે પણ પાકિસ્તાનની ચિંતા વધારી. શ્રીનગરમાં સર્જિયો ગોરે જમ્મુ કાશ્મીરને ભારતનો મહત્વપૂર્ણ હિસ્સો ગણાવી દીધો.  તેમણે કહ્યું કે તે ભારતનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને એટલે હું અહીં પહેલીવાર આવ્યો છું. આ ખુબ જ સુંદર જગ્યા છે અને અહીં આવીને હું ખુબ ખુશ છું. અમેરિકી દૂતે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થામાં થયેલા સુધારાના પણ વખાણ કર્યા. તેમણે કહ્યું કે અમેરિકા આ વિસ્તાર માટે બહાર પાડેલી પોતાની ટ્રાવેલ એડવાઈઝરીની સમીક્ષા કરી શકે છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીર પ્રશાસને વિસ્તારને સુરક્ષિત બનાવવા માટે સારા પગલાં ભર્યા છે. 

પાકિસ્તાને અમેરિકી અધિકારીને તલબ કર્યા
સર્જિયો ગોરના નિવેદન બાદ ભડકેલા પાકિસ્તાને અમેરિકી અધિકારીઓ સમક્ષ નારાજગી વ્યક્ત કરી. ઈસ્લામાબાદમાં અમેરિકી ચાર્જ ડી અફેયર્સ નસ્તાલી બેકરને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તલબ કર્યા અને ગોરના નિવેદન પર આપત્તિ જતાવી. પાકિસ્તાને સર્જિયો ગોરની ટિપ્પણીને તથ્યાત્મક રીતે ખોટી ગણાવી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *