ભારત માટે અમેરિકાના દરવાજા બંધ? સોલાર સેલ પર કુલ ટેક્સ 234 ટકાને પાર, નિકાસકારો મુશ્કેલીમાં

વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર 123.04 ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે.

ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ 234 ટકાથી પણ વધી ગયો છે. આ કઠોર નિર્ણયથી ભારતની ટોચની સોલર કંપનીઓ અને સરકારની રિન્યુએબલ એનર્જી નિકાસ રણનીતિ સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્ન ઊભું થયું છે.
 
શા માટે લેવાયો આ નિર્ણય?
અમેરિકાના વાણિજ્ય વિભાગ દ્વારા 23 એપ્રિલ, 2026ના રોજ એક વિસ્તૃત તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવાયો હતો. તપાસમાં પ્રાથમિક રીતે સાબિત થયું છે કે ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસ જેવા દેશો તેમના સોલર ઉત્પાદનો અમેરિકન માર્કેટમાં તેની વાસ્તવિક ઉત્પાદન કિંમત કરતા ઘણી ઓછી કિંમતે વેચી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય વેપારમાં આ પ્રક્રિયાને ડમ્પિંગ કહેવામાં આવે છે. જ્યારે કોઈ દેશ પોતાના ઘરઆંગણે વેચાતી કિંમત કરતા પણ ઓછી કિંમતે બીજા દેશમાં માલ ઠાલવે, ત્યારે તેને અટકાવવા માટે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવામાં આવે છે. અમેરિકાનો દાવો છે કે, આ પ્રકારના અન્યાયી પ્રાઇસિંગને કારણે તેની સ્થાનિક કંપનીઓ સ્પર્ધામાં ટકી શકતી નથી અને તેમનું ઉત્પાદન ઠપ થઈ રહ્યું છે.

ભરૂચમાં MLA ચૈતર વસાવાને જાહેરમાં લાફો પડ્યો – https://www.instagram.com/reel/DXopx1djM1_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: BSE Sensex 639 પોઈન્ટ ઉછળી 77,304 પર બંધ, જ્યારે Nifty 50માં 195 પોઈન્ટનો વધારો; ઓટો અને ફાર્મા શેરોમાં જોરદાર ખરીદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *