વધશે મોંઘવારી- ઘટશે GDP… હવે ભારત પર પણ ખતરો, જાણો કોણે કહી આ વાત

મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર દુનિયાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેની અસર ભારત પર પણ જોવા મળી શકે છે. એશિયન ડેવલોપમેન્ટ બેંક એટલે કે ADB એ ચેતવણી આપી છે કે મિડલ ઈસ્ટમાં જારી સંકટને કારણે કાચા તેલની કિંમતો લાંબા સમય સુધી ઊંચી રહી શકે છે. તેનાથી ભારતમાં મોંઘવારી વધવાની સાથે આર્થિક વિકાસ દર પર પણ અસર
પડી શકે છે.

PTI ના રિપોર્ટ પ્રમાણે ADB ના ચીફ ઈકોનોમિસ્ટ અલ્બર્ટ પાર્કે કહ્યુ કે જો મિડલ ઈસ્ટ સંકટ વધુ સમય સુધી યથાવત રહે તો સપ્લાય ચેન પર મોટી અસર પડશે અને સાથે કાચા તેલની કિંમતોમાં વધારો થઈ શકે છે. તેમના નિવેદન પ્રમામે 2026મા કાચા તેલની એવરેજ કિંમત 96 ડોલર પ્રતિ બેરલ સુધી રહી શકે છે. તો 2027મા તે લગભગ 80 ડોલર પ્રતિ બેરલ સુધી રહી શકે છે.

અલ્બર્ટ પાર્કે કહ્યુ કે આ સંકટની અસર ભારતના આર્થિક વિકાસ પર પણ પડશે. ADB નું અનુમાન છે કે ભારતના જીડીપી ગ્રોથમાં 0.6 ટકાનો ઘટાડો આવી શકે છે અને તે ઘટી 6.3 ટકા રહી શકે છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલમાં ADB એ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો GDP ગ્રોથ 6.9 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું, જ્યારે આગામી નાણાકીય વર્ષમાં તે 7.3 ટકા પહોંચવાની આશા વ્યક્ત કરી હતી. પરંતુ રાહતની વાત છે કે આગામી વર્ષે ભારતીય અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી શકે છે.

શું વધી શકે છે મોંઘવારી?
કાચા તેલની વધતી કિંમતોની અસર માત્ર GDP સુધી સીમિત રહેશે નહીં. આ સાથે ભારતમાં મોંઘવારી પણ વધી શકે છે. ADB એ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારી દરનું અનુમાન પહેલા 4.5 ટકા લગાવ્યું હતું, જેને હવે વધારી 6.9 ટકા કરી દીધું છે. એટલે કે મોંઘવારીમાં 2.4 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *