IPL 2025 : આજે બેંગલુરૂના રસ્તાઓ પર યોજાશે RCBની Victory Parade, IPLમાં જીતની થશે ભવ્ય ઉજવણી

IPL 2025 ટ્રોફી જીત્યા પછી RCB (Royal Challengers Bengaluru)ની ઉજવણી કરી રહ્યાં છે. IPLના 18 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત RCB ટીમે પ્રથમ વખત IPL ટ્રોફી જીતી છે.ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સ (RCB beat PBKS)ને 6 રનથી હરાવ્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોડી રાત સુધી ઉજવણી કર્યા પછી અને પછી હોટેલમાં મોજ કર્યા પછી બુધવારે આખી RCB ટીમ બેંગલુરુ (Bengaluru Victory Parade)ના રસ્તાઓ પર જોવા મળશે. RCB ખેલાડીઓ ઓપન ટોપ બસમાં IPL ટ્રોફી સાથે વિજય પરેડમાં ભાગ લેશે. આ દરમિયાન હજારો ચાહકો (RCB Fans) રસ્તાઓ પર હાજર રહેશે.
IPL 2025નો ખિતાબ જીત્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આખી ટીમ વિજય પરેડમાં ભાગ લેવા જઈ રહી છે. ચાહકો RCBની આ વિજય પરેડની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલી, રજત પાટીદાર, જોશ હેઝલવુડ, કૃણાલ પંડ્યાથી લઈને દરેક જર્સીના રંગમાં રંગાયેલી ખુલ્લી બસમાં બેઠેલા જોવા મળશે. આ દરમિયાન રસ્તાઓ પર ભારે ભીડ જોવા મળશે. તમને જણાવી દઈએ કે RCBની વિજય પરેડ આજે એટલે કે 4 જૂને બેંગ્લોરમાં યોજાવાની છે.
RCBની વિજય પરેડ આજે 4 જૂન, 2025ના રોજ બપોરે 3:30 વાગ્યે (ભારતીય સમય) બેંગલુરુમાં શરૂ થશે.ચાહકો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર RCBની વિજય પરેડનું લાઈવ પ્રસારણ જોઈ શકે છે.