International Yoga Day: યોગ દિવસની ઉજવણી અંગે હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ, કલેક્ટર સહિતના અધિકારીઓ સહભાગી થયા

xr:d:DAE-mUAkcno:3872,j:46985059225,t:23021415

રાજયના રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ૧૧મા આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આજરોજ વિડિયો કોન્ફરન્સ યોજી હતી. મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વિડિયો કોન્ફરન્સમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેકટર ભાવિન સાગર સહિતના ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા હતા.

વિડિયો કોન્ફરન્સમાં મંત્રીએ વિશ્વ યોગ દિવસની ઉજવણીની થીમ ‘Yoga for One Earth One Health’ અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુકત ગુજરાત’ અંગે ચર્ચા કરી હતી. મંત્રીએ યોગના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે રાજયમાં વ્યાપક કક્ષાએ કાર્યક્રમો થકી ઉજવણી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના કલેકટરો અને મ્યુનિસિપલ કમિશ્નરોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા.

મંત્રીએ આ વિડિયો કોન્ફરન્સમાં રાજયમાં ગ્રામ્યકક્ષાથી લઇને જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા સ્થળોએ જિલ્લા તથા તાલુકા કક્ષાની યોગ સમિતિઓની બેઠકનું આયોજન કરી તેમાં વિશ્વ યોગ દિવસની પૂર્વતૈયારી, તથા જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવાની થતી ઉજવણી સંબધિત આયોજન કરવા જણાવ્યું હતું. આ વિડિયો કોન્ફરન્સમાં અમદાવાદ જિલ્લા કલેકટર સુજીત કુમારે અમદાવાદમાં જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ ૧૧મા વિશ્વ યોગ દિવસની ઉજવણી અંગેના આયોજનની વિગતો જણાવી હતી.

આ પણ વાંચો, Gandhinagar: CMના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ, મંત્રીમંડળે બે મિનીટનું મૌન પાળ્યું

https://www.instagram.com/timenewsguj/reels

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *