ઈન્દ્રનીલ રાજ્યગુરુના રામ-રામ, રાજકોટ મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને પડ્યો મોટો ફટકો

સૌરાષ્ટ્રની રાજનીતિમાં આજે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. કોંગ્રેસના પ્રખ્યાત નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ એ સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃતિ જાહેર કરી છે. તેમના આ નિર્ણયને સૌરાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિમાં મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ પોતાના લાંબા રાજકીય કારકિર્દી બાદ હવે રાજકારણથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું છે કે હવે તેઓ સક્રિય રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લે અને જાહેર જીવનથી થોડું અંતર રાખશે.

સૂત્રો મુજબ, રાજ્યગુરૂએ આ નિર્ણય અંગે શહેરના મોવડી મંડળને પણ જાણ કરી દીધી છે. તેમના આ પગલાથી સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની ગઈ છે અને કોંગ્રેસ કાર્યકરોમાં આશ્ચર્યની લાગણી જોવા મળી રહી છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરૂ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં તેમની અલગ ઓળખ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરતા નેતા તરીકે જાણીતા રહ્યા હતા.જોકે, રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય સૌરાષ્ટ્રની આવનારી રાજકીય સમીકરણો પર અસર કરી શકે છે.

હવે જોવાનું રહ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂના આ નિર્ણય પછી સૌરાષ્ટ્રની રાજનીતિમાં શું નવા ફેરફારો જોવા મળે છે.

આ બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઈન્દ્રનીલભાઈ અમારા સિનિયર નેતા છે. તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. અગાઉ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. તેઓ નિવૃત થયા છે તેમાં કોઈ ફટકો નહી. ઈન્દ્રનીલભાઈ પોતાની ઉંમરના કારણે વય નિવૃત થયા છે. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ કોઈ રાજકીય કાર્યક્રમમાં જતા નથી. ઈન્દ્રનીલભાઈએ કોંગ્રેસને 35 વર્ષ આપ્યા છે. જ્યારે આગામી દિવસોમાં આવનાર ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો સાથે આર્થિક અને સામાજિક ઊભા રહેશે. કોંગ્રેસમાં કોઈ આંતરિક વિખવાદ નથી. તેમની સાથે મારે ટેલિફોનીક વાતચીત થઈ છે. પક્ષમાં કોઈ જૂથવાદ હોતો નથી. જ્યારે શહેર કોંગ્રેસને ઇન્દ્રનીલભાઈની જરૂર હશે ત્યારે તેઓ ઊભા રહેશે. ઇન્દ્રનીલભાઈએ પક્ષમાંથી રાજીનામું આપ્યું નથી તેઓએ વય નિવૃત જાહેર કરી છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:2000થી લઇને 55000 સુધીની કિંમત? ટિકિટના ભાવ આસમાને પહોંચતા ક્રિકેટપ્રેમીઓ મુશ્કેલીમાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *