અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી:જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાંથી ચીઠ્ઠી મળી આવી

airplane night city

અમદાવાદ એરપોર્ટ પર આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં જેદાહથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ફ્લાઈટ સવારે 9.30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. બપોરના 12 વાગ્યા સુધી કોઈ પણ મુસાફર બહાર ન નીકળી શક્યા નથી. ધમકીભર્યા પત્રમાં ફ્લાઇટમાં બોમ્બ છે તેવું લખાણ મળી આવ્યું હતું. જેને લઇ મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો છે.

હાલ મળતી માહિતી મુજબ અમદાવાદ એરપોર્ટ પોલીસ અને CISF તથા ડોગ સ્કવોર્ડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ એરપોર્ટ પર પહોંચ્યા છે. તમામ એજંસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે તપાસના અંતે કોઇ વાંધાજનક વસ્તુ ન મળી આવતા તંત્રએ રાહત અનુભવી છે. ત્યારે એરપોર્ટ પોલીસે અજાણ્યા પેસેન્જર સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *