Vice Presidential Election: ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખો જાહેર, ECએ જાહેર કર્યું શેડ્યુલ

જગદીપ ધનખડના રાજીનામા બાદ ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું છે. ધનખડે ગયા મહિને 21 જુલાઈના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. જોકે, રાજીનામાના 12મા દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. CEC એ જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ પદ માટે નામાંકન 9 ઓગસ્ટથી શરૂ થશે અને 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. જ્યારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે અને તે જ દિવસે પરિણામો આવવાની અપેક્ષા છે.
ચૂંટણી પંચે તેના જાહેરનામામાં આ માહિતી આપી હતી. જણાવવામાં આવ્યું હતું કે ભારતના ઉપરાષ્ટ્રપતિ 2025 (17મી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી) ની ચૂંટણીની મહત્વપૂર્ણ તારીખો –
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવાની તારીખઃ 07 ઓગસ્ટ, 2025 ગુરુવાર
નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખઃ 21 ઓગસ્ટ, 2025 ગુરુવાર
નામાંકન ચકાસણીની તારીખઃ 22 ઓગસ્ટ, 2025 શુક્રવાર
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખઃ 25 ઓગસ્ટ, 2025 સોમવાર
મતદાનની તારીખ (જો જરૂરી હોય તો)ઃ 09 સપ્ટેમ્બર, 2025 મંગળવાર
મતદાનનો સમય સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી
મત ગણતરીની તારીખ (જો જરૂરી હોય તો)ઃ 09 સપ્ટેમ્બર, 2025 મંગળવાર
આ પણ વાંચો, અમદાવાદીઓ ખાસ વાંચી લેજો, અચાનક આ બ્રિજ બંધ કરાયો