Ahmedabad: અમદાવાદીઓ ખાસ વાંચી લેજો, અચાનક આ બ્રિજ બંધ કરાયો

અમદાવાદ શહેરમાં બુલેટ ટ્રેનના કામકાજને લઈને વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાય રહી છે. શહેરના શાહીબાગ વિસ્તારમાંથી પસાર થનારા બે મહત્વના બ્રિજ પરથી બુલેટ ટ્રેન પસાર થવાની છે, જેના પગલે ટ્રાફિક પોલીસ દ્વારા સમય પર નોટિફિકેશન જાહેર કરીને બ્રિજ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તાજેતરમાં ગિરધરનગર બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ તેના થોડા સમય પછી જ અચાનક રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ તરફ જતો બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો. આ બ્રિજને 31 જુલાઈથી 1 સપ્ટેમ્બર સુધી માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ અચાનક લેવાયેલ નિર્ણયથી શહેરના વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોનું કહેવું છે કે તેમને ઓફિસ પહોંચવામાં મોડું થયું અને ઘણા લોકોને રજા પણ લેવી પડી છેશાહીબાગની અંદર આવેલા બ્રિજમાં ટ્રાફિકની ભારે સમસ્યા જમાવો જોવા મળી હતી. રોડ પર કાર ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળ્યા હતા. લોકોએ તેમનું દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, “અમે વિકાસના કામના વિરોધી નથી પણ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા સમયે નોટિફિકેશન આપવામાં આવી જોઇએ છે, તો સમયસર ઓફિસ, સ્કૂલ કે અન્ય કામે પહોંચવા માટે બીજો વિકલ્પ શોધી શક્યે.”

લોકોએ વધુમાં જણાવ્યું કે, “જો કોઈ રસ્તો બંધ કરવાનો હોય તો ઓછામાં ઓછા 5થી 10 દિવસ પહેલેથી નોટિસ આપવી જોઈએ જેથી લોકો તેમની મુસાફરીનું આયોજન કરી શકે.” અચાનક જ રોડ બંધ કરવાથી અનેક માર્ગો પર ટ્રાફિકની ભાર સમસ્યા સર્જાય છે અને શહેરના અન્ય વિસ્તારો સુધી અસર થાય છે.

હાલમાં બુલેટ ટ્રેનની કામગીરી ઝૂંપડ પટ્ટી વિસ્તાર, સફાઈ કામદારોના વસવાટ વિસ્તારો અને બિનમજુર વિસ્તારમાંથી આગળ વધી રહી છે, જેના ભાગરૂપે શાહીબાગ અને આજુબાજુના વિસ્તારોમાં સતત કોઈને કોઈ કામ ચાલું રહે છે. પરંતુ, રાહદારી અને વાહનચાલકો માટે યોગ્ય અને સમયસર માહિતી મળી રહે તે માટે સ્થાનિક તંત્રને વધુ જવાબદારીપૂર્વક અને આયોજનસર કામગીરી કરવી જરૂરી છે.

આ પણ વાંચો, ટ્રમ્પના ટેરિફનો ભારતે લીધો બદલો! F-35 ફાઇટર જેટ ખરીદીનો પ્લાન કેન્સલ: રિપોર્ટમાં દાવો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *