ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઇ રવાના થઇ ભારતીય ટીમ, 23 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઇ રવાના થઇ છે.ભારત પોતાની તમામ મેચ દુબઇમાં રમશે જ્યારે બાકી મેચ પાકિસ્તાનમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થઇ રહી છે. 

મુંબઇ એરપોર્ટનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં કોચ ગૌતમ ગંભીર, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, મોર્ને મોર્કલ, કેએલ રાહુલ, અર્શદીપ સિંહ,શ્રેયસ અય્યર, સિતાંશુ કોટક, હર્ષિત રાણા, વરૂણ ચક્રવર્તી, આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોશ્ચેટ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ, રિષભ પંત, કુલદીપ યાદવ અને કેટલોક અન્ય સ્ટાફ જોવા મળી રહ્યો છે.

ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પણ એક કારમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. ફિલ્ડિંગ કોચ ટી દિલીપ પણ જોવા મળ્યા હતા.

ગત ચેમ્પિયન પાકિસ્તાન 19 ફેબ્રુઆરીએ કરાચીમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટૂર્નામેન્ટની શરૂઆત કરશે. પાકિસ્તાનની અંતિમ લીગ મેચ બાંગ્લાદેશ વિરૂદ્ધ રાવલપિંડીમાં 27 ફેબ્રુઆરીએ રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લીગ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે. આ મેચ દુબઇમાં રમાશે. પાકિસ્તાન સિવાય ભારતના ગ્રુપમાં અન્ય બે ટીમ બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. મહામુકાબલા પહેલા ભારતનો સામનો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે થશે અને પાકિસ્તાન સામે ટકરાયા બાદ ટીમ ઇન્ડિયા 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમશે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ દુબઇ, લાહોર, કરાચી અને રાવલપિંડીમાં રમાશે. ભારત પોતાની તમામ મેચ દુબઇમાં રમશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *