Canada: કેનેડામાં ભારતીય મૂળની વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા, કારમાં આવેલા વ્યક્તિએ કર્યો હુમલો

Oplus_131072

વિદેશમાં ભારતીયો પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયા-અમેરિકા પછી હવે કેનેડામાં ભારતીય મૂળની એક વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિદ્યાર્થિની કામ પર જઈ રહી હતી ત્યારે તેને ગોળી મારી દેવામાં આવી હતી. આ દરમિયાન તે બસની રાહ જોઈ રહી હતી. કારમાં સવાર એક વ્યક્તિએ તેમના પર ગોળીબાર કર્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અહેવાલો અનુસાર, કેનેડાના હેમિલ્ટન શહેરમાં હરસિમરત રંધાવા નામની ભારતીય વિદ્યાર્થિનીની હત્યા કરવામાં આવી હતી. જે ત્યાં મોહૌક કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસે આ મામલે સંપૂર્ણ મદદનું વચન આપ્યું છે.

આ સમગ્ર મામલે, ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, ‘ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થી હરસિમરત રંધાવાના દુ:ખદ મૃત્યુથી અમને ખૂબ જ દુઃખ થયું છે. સ્થાનિક પોલીસના મતે, તે એક નિર્દોષ પીડિતા હતી જેનું બે લોકો વચ્ચેની લડાઈમાં મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલાની તપાસ હજુ પણ ચાલુ છે. અમે તેમના પરિવારના સંપર્કમાં છીએ અને દરેક રીતે મદદ કરી રહ્યા છીએ.’

આ પણ વાંચો, Delhi: દિલ્હીમાં વાવાઝોડા બાદ 4 માળની ઇમારત ધરાશાયી:4 લોકોનાં મોત, 10થી વધુ કાટમાળ નીચે દટાયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *