‘Indian Idol 12’ના વિનર પવનદીપ રાજનનો ગંભીર અકસ્માત: અમદાવાદ આવતા સમયે કારની ડમ્પર સાથે ટક્કર, હાલત નાજુક

‘ઈન્ડિયન આઈડલ 12’ના નો વિનર પવનદીપ રાજનનો વહેલી સવારે અકસ્માત થયો હતો. ગાયકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત મુરાદાબાદમાં થયો હતો.

પવનદીપ રાજનની ટીમે જણાવ્યું કે સિંગરનો અકસ્માત સોમવારે સવારે 3:40 વાગ્યે મુરાદાબાદ નજીક થયો હતો. થોડા સમય પહેલા ગાયક પોતાના વતન ચંપાવત ગયા હતા. પવનદીપ રાજનને અમદાવાદમાં એક શો કરવાનો હતો, જેના માટે તે ઘરેથી દિલ્હી એરપોર્ટ જવા નીકળ્યો. તેમને દિલ્હી એરપોર્ટથી અમદાવાદ જવા માટે ફ્લાઇટ પકડવાની હતી. જોકે, રસ્તામાં તેનો અકસ્માત થયો. ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પવનદીપ રાજનના મેનેજરે જણાવ્યું છે કે- પવનદીપની સારવાર ચાલી રહી છે, તેમને ટૂંક સમયમાં મોટી હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. પવનદીપને ઘણી ઈજાઓ થઈ છે. હોસ્પિટલમાંથી પવનદીપના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ખૂબ જ ઘાયલ હાલતમાં બેભાન જોવા મળે છે. તેમના ડાબા હાથ અને પગમાં ઈજાઓ થઈ છે. હાલમાં, આ અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી બહાર આવી નથી.

પવનદીપ સિંહ 28 વર્ષનો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત સિંગિંગ રિયાલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 12’થી કરી હતી. તે શોનો વિજેતા હતો. પવનદીપે ઘણા મ્યુઝિક વીડિયોમાં અવાજ આપ્યો છે. 2015માં પવનદીપ રિયાલિટી શો ‘ધ વોઇસ ઇન્ડિયા સિઝન 1’નો વિનર રહ્યો હતો. અહીંથી જ તેની મ્યૂઝિક કરિયરની શરૂઆત કરી હતી. પવનદીપ રાજન માત્ર સારો સિંગર જ નહીં, પરંતુ કમ્પોઝર તથા મ્યૂઝિક ડિરેક્ટર પણ છે.

આ પણ વાંચો, Gujarat: 19 એરપોર્ટ પરથી વર્ષ 2024માં અંદાજે 1.43 લાખ વિમાનોની આવન-જાવન, 1.70 કરોડથી વધુ યાત્રીઓએ લીધો લાભ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *