લદ્દાખમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ, મેજર જનરલ સહિત 3 અધિકારીઓ ઘાયલ

લદ્દાખ (Ladakh)ના દુર્ગમ વિસ્તારમાં ભારતીય સેનાનું ચીતા લાઇટ હેલિકોપ્ટર (Cheeta Light Helicopter) અકસ્માતનો શિકાર બન્યું હોવાની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં ડિવિઝન કમાન્ડર મેજર જનરલ સચિન મહેતા સહિત બે પાયલટ ઘાયલ થયા છે. રાહતની વાત એ છે કે ત્રણેયની હાલત હાલ સ્થિર (Stable) હોવાનું જણાવાયું છે.
સેનાના અધિકારીઓ અનુસાર આ ઘટના 20 મેના રોજ લદ્દાખ સેક્ટરમાં બની હતી. હેલિકોપ્ટરમાં સવાર બંને પાયલટ અને મેજર જનરલ સચિન મહેતાને ઈજા પહોંચી હતી, પરંતુ સમયસર શરૂ કરાયેલા રેસ્ક્યુ ઓપરેશન (Rescue Operation)ને કારણે તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારતીય સેનાએ આ સમગ્ર ઘટનાની તપાસ માટે એક ઇન્ક્વાયરી કમિટી (Inquiry Committee) રચી છે. હાલ ટેક્નિકલ ખામી (Technical Fault), ખરાબ હવામાન (Weather Conditions) અથવા લેન્ડિંગ દરમિયાન આવેલી મુશ્કેલી જેવી વિવિધ સંભાવનાઓ પર તપાસ ચાલી રહી છે.
સેનાએ જણાવ્યું કે તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતના સાચા કારણો સામે આવશે.
દુર્ગમ વિસ્તારોમાં મહત્વની ભૂમિકા ભજવે છે ચીતા હેલિકોપ્ટર
ચીતા લાઇટ હેલિકોપ્ટરનો ઉપયોગ ભારતીય સેના દ્વારા મુખ્યત્વે સૈનિકો અને જરૂરી સામાનના પરિવહન (Logistics Support), દેખરેખ (Surveillance) અને ઇમરજન્સી મિશન (Emergency Mission) માટે કરવામાં આવે છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: http://ટ્રમ્પે મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું:US વિદેશ મંત્રી માર્કો રુબિયોની PM સાથે મુલાકાત