Mock drill: ભારત-પાક. યુદ્ધવિરામ વચ્ચે મોટા સમાચાર: આવતીકાલે ફરી ગુજરાત સહિત 5 રાજ્યોમાં યોજાશે મોકડ્રીલ

હાલ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ છે છતાં ભારત સરકાર દ્વારા દેશના પાંચ સરહદી રાજ્યોમાં આવતીકાલે એટલે કે 29 મેના રોજ એક મહત્વપૂર્ણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રીલ સાંજે 5 થી 8 વાગ્યા સુધી યોજાવાની છે. જે રાજ્યોમાં આ મોક ડ્રીલ થશે તેમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા હોવાથી, આ તાલીમ અભ્યાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આ મોક ડ્રીલ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવાની છે અને તેના માટે તમામ રાજ્યોને તૈયારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ કાર્યવાહી “ઓપરેશન સિંદૂર” પછી થઈ રહ્યી છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં લોકોમાં થોડી ચિંતા જોવા મળી છે. જો કે,અધિકારીઓએ સ્પષ્ટપણે કહી દીધું છે કે આ મોક ડ્રીલ માત્ર એક તાલીમ છે અને તેનો કોઈ સજીવ જોખમ કે યુદ્ધ પરિબળો સાથે સંબંધ નથી.
આ મોક ડ્રીલ કરવાનું મુખ્ય કારણ છે કે, જનતાને વિવિધ પ્રકારની આપત્તિઓમાં કેવી રીતે સુરક્ષિત રહેવું અને કઈ રીતે યોગ્ય પગલાં લેવા તે અંગે જાગૃતિ આવે. સાથે જ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને અન્ય એજન્સીઓની તયારી અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.
મોક ડ્રીલ પહેલા, આજના રોજ સાંજે 4 વાગ્યે તમામ જિલ્લા કલેક્ટરો સાથે એક વીડિયો કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સ SCOC (State Control Operation Centre) દ્વારા યોજાશે, જેમાં મોક ડ્રીલ અંગેની મહત્વની માહિતી અને સલાહો કલેક્ટરોને આપવામાં આવશે. આવા પ્રયાસો દ્વારા સરકાર ખતરાની શક્યતાઓ માટે આગળથી તૈયારી રાખવા માગે છે, જેથી જો ક્યારેક ખરેખર કોઇ ગંભીર પરિસ્થિતિ આવે, તો તંત્ર અને જનતા બંને તૈયાર હોય. આ મોક ડ્રીલ બાદ રાજ્ય સરકાર પણ એક પ્રેસ કોન્ફરન્સ યોજી શકે છે જેમાં વધુ માહિતી જાહેર કરવામાં આવશે. આમ, આ આખી પ્રક્રિયા દેશની સુરક્ષા અને જનજાગૃતિ માટે અગત્યની છે.
આ પણ વાંચો, Entertainment: બોડીકોન લૂકમાં સાઉથ એક્ટ્રેસે કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ વાયરલ તસવીરો