‘યુક્રેન સામે રશિયાના યુદ્ધમાં ‘ફંડ’ કરી રહ્યું છે ભારત’, રશિયાના તેલ ખરીદી પર ટ્રમ્પ સરકારે સાધ્યું નિશાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર સ્ટીફન મિલરે રવિવારે ભારત પર રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેન યુદ્ધને પરોક્ષ રીતે ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ટ્રમ્પને “સ્વીકાર્ય નથી” અને ભારતે તેની નીતિ પર ફરીથી વિચાર કરવો જોઈએ. સ્ટીફન મિલર ટ્રમ્પ વહીવટીતંત્રમાં વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ છે, અને તેમનું નિવેદન અમેરિકા દ્વારા ભારત પર લગાવવામાં આવેલા મુખ્ય આરોપોમાંનું એક છે.
ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં મિલરે કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત માટે રશિયા પાસેથી તેલ ખરીદીને આ યુદ્ધને ભંડોળ પૂરું પાડવું સ્વીકાર્ય નથી.” રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પના ટોચના સલાહકારે કહ્યું હતું કે લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદવાના સંદર્ભમાં ચીનની બરાબરી પર છે. મિલરે તેને “આશ્ચર્યજનક હકીકત” ગણાવી હતી.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નજીકના સલાહકારે ભારત પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું જોઈએ. ‘ધ ગાર્ડિયન’ના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના સહાયક સ્ટીફન મિલરે આરોપ લગાવ્યો છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને યુક્રેનમાં યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યું છે. ભારતને 100 ટકા ટેરિફની ધમકી પણ મળી છે.
વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને અમેરિકન રાષ્ટ્રપતિના સૌથી પ્રભાવશાળી સહાયકોમાંના એક સ્ટીફન મિલરે કહ્યું હતું કે, “ટ્રમ્પે ખૂબ સ્પષ્ટપણે કહ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદીને ભારત આ યુદ્ધને ભંડોળ પૂરું પાડે તે સ્વીકાર્ય નથી.