ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ:ગગનયાન મિશનમાં પણ મદદ કરશે; બંને દેશો AI અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે મળીને કામ કરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ પર મહોર લાગી ગઈ છે. મેલબોર્નમાં પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીઝે બેઠક બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં રક્ષા, વ્યાપાર, ઊર્જા, સ્પેસ અને મહત્વપૂર્ણ ખનિજ (ક્રિટિકલ મિનરલ્સ) સહિત અનેક ક્ષેત્રોમાં કરારોની જાહેરાત કરી.
મોદીએ કહ્યું- હવે ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમની સપ્લાય શરૂ થશે. આનાથી ભારતના સ્વચ્છ ઊર્જા મિશનને મજબૂતી મળશે. તેમણે જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા મળીને ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર પણ વિકસાવશે.
પીએમએ કહ્યું- ભારત અને ઓસ્ટ્રેલિયાનો સંબંધ ક્રિકેટ જેવો છે. અમારી મુલાકાતો ક્રિકેટની જેમ થાય છે. એજન્ડામાં વનડે જેવું ફોકસ છે, નિર્ણયો ટી-20ની જેમ ઝડપથી લેવાય છે અને અમારી ભાગીદારી ટેસ્ટ મેચની જેમ લાંબી અને મજબૂત છે.PM મોદીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારત-ઓસ્ટ્રેલિયા CEO ફોરમ અને ઇકોનોમિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં ભાગ લીધો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ ભવિષ્યની મજબૂત ભાગીદારીનો પાયો નાખ્યો છે.
પીએમએ કહ્યું કે દુનિયા આ સમયે અનિશ્ચિતતા, સપ્લાય ચેઇનમાં અવરોધ અને ઊર્જા સંકટનો સામનો કરી રહી છે. આવા સમયે ભારત અને ઓસ્ટ્રેલિયાનું વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે આગળ વધવું જરૂરી છે. સાથે મળીને કામ કરવાથી બંને દેશોને નવા બજારો સુધી પહોંચવાનો ફાયદો મળ્યો છે.
કાર્યક્રમ પછી મોદીએ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનીઝ સાથે સેલ્ફી પણ લીધી. વડાપ્રધાન 6 થી 11 જુલાઈ સુધી ત્રણ દેશોના પ્રવાસે છે. વડાપ્રધાન આજે મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં 40 હજાર ભારતીય મૂળના લોકોને સંબોધશે. વડાપ્રધાન મોદી 11 જુલાઈએ ન્યુઝીલેન્ડ જવા રવાના થશે.ભારત-ઓસ્ટ્રેલિયા વિશ્વસનીય ભાગીદાર- દુનિયામાં અનિશ્ચિતતા અને ઊર્જા સંકટ વચ્ચે ભારત અને ઓસ્ટ્રેલિયાએ વિશ્વસનીય ભાગીદાર તરીકે સાથે આગળ વધવું જોઈએ.
ક્લીન એનર્જી અને ન્યુક્લિયર સેક્ટર પર ભાર- ભારત 2030 સુધીમાં 500 GW રિન્યુએબલ એનર્જી અને 2047 સુધીમાં 100 GW પરમાણુ ઊર્જા ક્ષમતાનું લક્ષ્ય હાંસલ કરશે. આમાં ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી અને યુરેનિયમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
રોકાણની મોટી તકો- ભારતના પોર્ટ, એરપોર્ટ, રોડ, રેલવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, AI, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન રોકાણકારો માટે મોટી સંભાવનાઓ છે.
રાજ્ય-થી-રાજ્ય ભાગીદારીનો પ્રસ્તાવ- પીએમએ બંને દેશોના રાજ્યો, નાના શહેરો, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચે સ્ટેટ-ટુ-સ્ટેટ અને સેક્ટર-ટુ-સેક્ટર ભાગીદારી વધારવાનું સૂચન કર્યું.
બિઝનેસ ભાગીદારીને નવી ઊંચાઈ આપવાનો સંકલ્પ- પીએમએ કહ્યું કે ECTA કરાર પછી ભારતની ઓસ્ટ્રેલિયાને નિકાસ બમણી થઈ. હવે બંને દેશો વ્યાપક વેપાર કરાર અને બિઝનેસ પાર્ટનરશિપને નવી ઊંચાઈઓ સુધી લઈ જવા માટે પ્રતિબદ્ધ છે.