CORONA: રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 119 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલ 508 એક્ટિવ કેસ છે જે પૈકી 18 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.  જ્યારે 490 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. જ્યારે સ્વસ્થ થયેલા 72 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તે સિવાય અમદાવાદ શહેરમાં પણ કોરોના કેસમાં વધારો થયો છે. બુધવારે શહેરમાં કોરોનાના વધુ 71 કેસ નોંધાયા હતા. જ્યારે 20 વર્ષીય સગર્ભા યુવતીનું મોત થયું હતું. અત્યાર સુધી શહેરમાં કોરોનાથી 3 મહિલાના મોત થયા છે. છેલ્લા એક મહિનામાં શહેરમાં 401 કેસ નોંધાયા છે. હાલ અમદાવાદમાં કોરોનાના 281 એક્ટિવ કેસ છે. જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે. સૌથી વધારે એક્ટિવ કેસ પશ્ચિમના વિસ્તારોમાં છે. મધ્ય ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાં કુલ 47 એક્ટિવ કેસ છે. તેની સામે તેના કરતા બમણા એક્ટિવ કેસ માત્ર ઉત્તર-પશ્ચિમ ઝોનમાં છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે.

સુરત શહેરમાં કોરોનાના વધુ સાત કેસ નોંધાયા હતા. સુરતના પાલમાં તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. મુંબઈથી પરત આવેલા વૃદ્ધ સહિત સાતને કોરોના થયો છે. બે દર્દીઓ હોસ્પિટલમાં, પાંચ હોમ આઈસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. સુરત શહેરમાં અત્યાર સુધી 35 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો, Horoscope: આજે આ રાશિના જાતકો માટે નવા કામની શરૂઆત માટે છે ઉત્તમ દિવસ, બાકીના જાતકોનો દિવસ કેવો રહેશે જાણો અહીં ક્લિક કરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *