Paresh Goswami’s prediction: ‘આગામી 24 કલાકમાં જ…’, સુરત-વડોદરા-અમદાવાદ સહિતના જિલ્લાઓ રહે એલર્ટ, પરેશ ગોસ્વામીની ડેન્જર આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો માહોલ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. આ આગાહીમાં પરેશ ગોસ્વામીએ આજે 25મી જૂનની રાત સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે મેઘ તાંડવની પણ શક્યતાઓ દર્શાવી છે.

હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદની સાથે મેઘ તાંડવ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યુ કે આજે 25મી જૂનની રાત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે.પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આજે આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા તથા અમદાવાદ અને ગાંધીનગરના ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાકમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. આગામી 24 કલાકમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો અને ગાંધીનગરથી ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે.

પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ થરાદના કેટલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટાં જોવા મળી શકે છે. કચ્છમાં વધારે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટીછવાઈ જગ્યાએ વરસાદ થઈ શકે છે. અહીં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે.સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે તેમણે જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઇ શકે છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.

આ પણ વાંચો, શુભાંશુ સહિત ચારેય અવકાશયાત્રી સ્પેસ સ્ટેશન જવા રવાના: જાણો ક્યારે પહોંચશે ISS પર?

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *