Dhoraji: ધોરાજીમાં પિતાએ વારંવાર દુષ્કર્મ આચરીને 15 વર્ષની પુત્રીને ગર્ભવતી બનાવી

રાજકોટથી એક શરમજનક અને પિતા-પુત્રીના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં પાલક પિતાએ 15 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. નોંધનીય છે કે, વારંવાર દુષ્કર્મ આચરતા 15 વર્ષીય કિશોરી ગર્ભવતી બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ તરફ સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલ લઈ જવાઈ હતી. અહીં હોસ્પિટલમાં તપાસ કરાવતા પિતાનો ભાંડો ફૂટ્યો હતો. આ તરફ હવે પિતાનો ભાંડો ફૂટતા માતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટથી કળયુગી પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ ધોરાજી તાલુકામાં પાલક પિતાએ 15 વર્ષીય કિશોરી વારંવાર દુષ્કર્મ આચરાતા ગર્ભવતી બની હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ તરફ અચાનક સગીરાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલ લઈ જવાઈ હતી. જોકે હોસ્પિટલમાં તપાસ કરાવતા આ નારાધમી પિતાનો ભાંડો ફૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં કિશોરીની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.ધોરાજીની ઘટનામાંઆ પિતાનો ભાંડો ફૂટતા માતાએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે. આ તરફ પોલીસે આરોપી નરાધમ પિતા સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. આ સાથે પોલીસે દુષ્કર્મ આચરનાર પાલક પિતાની ધરપકડ કરી હતી. આ તરફ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, સમાજમાં કલંકિત કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો, Gandhinagar: CMએ ગાંધીનગરના સચિવાલય સંકુલ પ્રાંગણમાં માતૃવન વનકવચ નિર્માણનો પ્રારંભ કરાવ્યો