Gujarat: સરકારનો મહત્વનો નિર્ણય, ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 2 કરોડ રૂપિયાનો વધારો

ધારાસભ્યોને પ્રતિ વર્ષ મળતી 3 કરોડની ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. હવે તમામ ધારાસભ્યોને તેમના વિસ્તારના વિકાસકાર્યો માટે 5 કરોડની ગ્રાન્ટ મળશે.. નાણામંત્રી કનુભાઇ દેસાઇએ વિધાનસભામાં આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસના કામો માટે ધારાસભ્યોને હાલ જે 3 કરોડની ગ્રાન્ટ મળી રહી છે તેને વધારીને 5 કરોડ કરવાનો નિર્ણય લેવાયો છે..

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તમામ મહિલા ધારાસભ્યો સાથે ઔપચારિક શુભેચ્છા બેઠક યોજી હતી.. જેમાં તેમણે મહિલા ધારાસભ્યોને તેમના વિસ્તારમાં વિકાસના કામો માટે વધારાના 2-2 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી હતી. જે બાદ મહિલા ધારાસભ્યોએ મુખ્યમંત્રીનો આભાર પણ માન્યો હતો. જો કે આ દરમ્યાન ખુબજ હળવી ક્ષણોમાં પુરુષ ધારાસભ્યોએ પણ હસતા-હસતા કહ્યું હતું કે આમાં અમારો શું વાંક અમને પણ 2-2 કરોડની વધારાની ગ્રાન્ટ આપવી જોઇએ.. આ માંગણીને ગણપત વસાવાએ પણ સમર્થન આપી નાણામંત્રી કનુભાઇ દેસાઇની ઝોળીમાં બોલ ફેંકી દીધો હતો, અને તેમની તરફ જોઇને કહ્યુ હતું કે આ બધા ભાઇઓની માંગણી છે મંત્રીજી, તમારે કંઇ વિચારવું જોઇએ.. ત્યારબાદ ગૃહમાં ઉલ્લાસનું વાતાવરણ છવાઇ ગયું હતું અને પાટલી થપથપાવીને સૌ કોઇએ ગણપતભાઇ વસાવાના આ નિવેદનને વધાવી લીધુ હતું.

આજે આ વાતને ગણતરીના દિવસો જ વીત્યા છે અને આ ખુબજ સારી કહી શકાય તેવી જાહેરાત થઇ છે.. કે હવે દરેક ધારાસભ્યને તેમના વિસ્તારમાં વિકાસના કાર્યો કરવા માટે બે-બે કરોડ વધારે એટલે કે 3ના બદલે 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળશે.. જેનાથી દરેક ધારાસભ્ય તેમના વિસ્તારમાં ખર્ચને લઇને ચિંતા કર્યા વગર વિકાસના કામો હાથ ધરી શકશે

આ પણ વાંચો, Tariff War: ચીન, મેક્સિકો, કેનેડાથી અલગ કેટેગરીમાં હશે ભારત, ટ્રમ્પના ટેરિફ વૉરમાં મળશે રાહત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *