સરકારી જગ્યા પર ગેરકાયદે દબાણ કરનારા ચેતી જજો! અમદાવાદમાં તંત્રએ સપાટો બોલાવ્યો

અમદાવાદમાં AMC દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સરકારી જગ્યા પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.બેટ દ્વારકા અને દ્વારકા બાદ અમદાવાદમાં દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદના સરકારી જગ્યા પરથી દબાણો દૂર કરાયા હતા.મળતી માહિતી મુજબ જમાલપુરમાં AMC દ્વારા ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કાચની મસ્જિદ પાસે AMCની પ્લોટમાંથી ગેરકાયદે બાંધકામ દૂર કરાયુ હતું.
તંત્ર દ્વારા કોર્ટના આદેશ બાદ AMCની કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે સંકલન સમિતિમાં ધારાસભ્ય અમિત શાહે રજૂઆત કરી હતી.
ત્યારે સ્કૂલ બોર્ડની સ્કૂલ બંધ થયા બાદ ગેરકાયદે આ કોમ્પલેક્ષ બાંધવામાં આવ્યું હતું. જેને દૂર કરવામાં આવ્યું હતું.