ગેરકાયદેસર અમેરિકામાં ઘુસેલા લોકોનું આવી બનશે,વિમાનોમાં ભરીને મોકલવામાં આવી રહ્યા છે સરહદ પાર

અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. તેમને લશ્કરી વિમાનોમાં ભરીને સરહદ પાર લઈ જવામાં આવી રહ્યા છે. આવી જ એક ફ્લાઇટની તસવીર વ્હાઇટ હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરવામાં આવી છે.
શપથ લીધા પછી તરત જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં અમેરિકામાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનો આદેશ પણ શામેલ હતો. હવે વહીવટીતંત્રે તેના નવા રાષ્ટ્રપતિના આ આદેશનો અમલ કર્યો છે. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવામાં આવી રહ્યા છે, પકડી લેવામાં આવી રહ્યા છે અને પછી તેમને યુએસ સરહદની બહાર છોડી દેવામાં આવી રહ્યા છે.