છુટાછેડા માટે સુરત કોર્ટમાં આવેલા પતિનો પત્ની પર એસિડ એટેક, પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી મચી જાય તેવો કિસ્સો બન્યો છે. સુરત ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું હતુ. જજની સામે જ વૃદ્ધ પતિએ પત્ની પર એસિડ ફેંક્યું હતું. ઉલ્લેખનીય છે કે, પતિ પત્ની ફેમિલી કોર્ટમાં છુટાછેડાના કેસ માટે આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, પતિએ પત્ની પર એસિડ ફેંક્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના કલેક્ટર ભવનમાં ચોથા માળે આવેલી ફેમિલી કોર્ટમાં આજે ધોળા દિવસે એસિડ એટેકની ઘટના બની હતી. શારદાબેન નામની મહિલા ઉપર તેમના પતિ દ્વારા ચાલુ કોટે એસિડ નાખવામાં આવ્યું. એસિડ નાંખનાર બીજો કોઈ નહિ, પરંતું તેના જ પતિ વિનોદ ભાનુસાલી હતો. પતિએ પત્ની પર એસિડ ફેંક્યા બાદ, ચાલુ કોર્ટમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિપત્ની બંનેની ઉંમર 65થી 70 વર્ષની આજુબાજુ હશે.
એસિડ એટેકને લઈને મહિલાના શરીરના એક બાજુના શરીરમાં ગંભીર ઈજા પહોંચી હતી. જેના બાદ પતિ પત્ની બંનેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો:ગેસની અછતને લઈને વિધાનસભામાં વિપક્ષનો હલ્લાબોલ, અમિત ચાવડાએ સિલિન્ડર લીધો ખભે