Home loan EMI reduced: હોમ લોનની EMI ઘટી, ભારતની સૌથી મોટી બેન્કે ગ્રાહકોને આપ્યા ગુડ ન્યૂઝ

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ, SBI એ પણ તેના ગ્રાહકોને આપવામાં આવતી લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. જેનો અર્થ એ થયો કે હવે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજ દર પહેલા કરતા ઓછા થઈ જશે અને લોકોને પહેલા કરતા ઓછી EMI ચૂકવવી પડશે.
RBI દ્વારા તાજેતરમાં જ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યા બાદ, દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, SBI એ પણ તેના લોન દરોમાં 0.25%નો ઘટાડો કર્યો છે. તે આજથી એટલે કે 15 એપ્રિલ 2025થી અમલમાં આવી ગયા છે. બેંકના EBLR (બાહ્ય બેન્ચમાર્ક આધારિત ધિરાણ દર), જે હાલમાં 8.90% પર છે, તેને સુધારીને 8.65% કરી દેવામાં આવ્યા છે.
SBI એ તેના RLLR (રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ) માં પણ સુધારો કર્યો છે, જે હવે વર્તમાન 8.50% થી ઘટાડીને 8.25% કરવામાં આવ્યો છે. આમાં CRP (ક્રેડિટ રિસ્ક પ્રીમિયમ) સામેલ નથી, જે કુલ RLLR ની ગણતરીમાં ઉમેરવામાં આવે છે.
RBI એ તેની તાજેતરની MPC બેઠકમાં સતત બીજી વખત રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે, જેની જાહેરાત 9 એપ્રિલ, 2025 ના રોજ કરવામાં અવી. હાલમાં, રેપો રેટ 6.25% છે. રેપો રેટમાં ઘટાડો એટલે ફ્લોટિંગ વ્યાજ દર લોન પસંદ કરનારાઓ દ્વારા ચૂકવવામાં આવતી EMIમાં ઘટાડો. તેવી જ રીતે, જો રેપો રેટ વધારવામાં આવે છે તો તેનો સીધો અર્થ એ થાય છે કે લોન પરના વ્યાજ દરમાં વધારો.
રેપો રેટમાં કોઈ ફેરફાર ન થવાનો અર્થ એ છે કે લોન લેનારાઓના EMI પેમેન્ટમાં કોઈ ફેરફાર થશે નહીં, જ્યારે રેપો રેટમાં ઘટાડો અથવા વધારો લોન મેળવનારાઓ દ્વારા ચૂકવવામાં આવતી EMI ની રકમમાં તાત્કાલિક વધારો અથવા ઘટાડો થાય છે, જેઓ RBIના રેપો રેટ સાથે જોડાયેલ લોનનો લાભ લે છે.
એક દિવસ પહેલા, બેંક ઓફ મહારાષ્ટ્રએ પણ તેના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. આ બેંકે લોનના વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો. જે બાદ લોનની EMI ઘટી ગઈ છે અને હવે 0.25 ટકા ઓછું વ્યાજ ચૂકવવું પડશે.
આ પણ વાંચો, Surat: સુરતમાં ચાર બહેનો વચ્ચે એકના એક ભાઇની હત્યાથી જનાક્રોશ, સ્થાનિકોએ કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવ