Surat: સોમચિંતમણી જૈન સંઘમાં પૂજ્ય મુનિરાજ શ્રી નિપુણરત્નવિજયની મ.સા.ની પાવન પધરામણી

શ્રી જગવલ્લભ સોમચિંતામણી જૈન સંઘ પાલ, સુરત શ્રી સંઘમા શ્રી ત્રિસ્તુતિક સમુદાયના ગુરુદેવશ્રી જયંતસેનસૂરીજી ના શિષ્યરત્ન સમતાગુણરસિક પૂજ્ય મુનિરાજ શ્રી નિપુણરત્નવિજયજી મ. સા (આદીઠાણા) આજ તારીખ 22/05/2025 ના રોજ શ્રી સોમચિંતામણી જૈન સંઘની વિનંતીનો સ્વીકાર કરીને પધાર્યા હતા,
પૂજ્ય ગુરુદેવ પાલના વિવિધ સંઘોની વિનંતીનો સ્વીકાર કરીને મણિભદ્ર રેસીડેન્સી, વિમલનાથ રેસીડેન્સી, સહસ્ત્રફણા સૌભાગ્ય વિગેરે સંઘોમાં પાવન પગલાં કરી ત્યાં વ્યાખ્યાન શ્રવણ કરાવીને સોમ ચિંતામણી રેસીડેન્સી પધાર્યા હતા.


અહીંયા વહેલી સવારે શ્રી સંઘ તરફથી પુજ્યશ્રીનું શાનદાર સામૈયું થવા પામ્યું હતું, ઢોલ,બેડા,સાજન-માજન, ગુરુભક્તો વિશાળ માત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો,સકલ શ્રી સંઘમાં ગુરુજી અમારો અંતર્નાદ, અમને આપો આશીર્વાદના નારા લાગ્યા હતા,
પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે પ્રભુએ બતાવેલ ધર્મ ચાર પ્રકારનો છે : દાન, શીલ, તપ અને ભાવ, એમાં સૌથી છેલ્લો અને સૌથી સહેલો ભાવ ધર્મ રહેલો છે, માટે જે પણ ક્રિયા કરો એ ખુબજ ઊંચા ભાવથી કરો,
વ્યાખ્યાન માંગલિકમાં લાભાર્થી પરિવારો દ્વારા ગોળના રવાની પ્રવાવના થવા પામી હતી

અહેવાલ:નવિન દોશી
સુરત

આ પણ વાંચો, Gandhinagar: રાજ્યમાં પાઇપલાઇન દ્વારા 15,720 ગામો-251 શહેરોને દૈનિક 320 કરોડ લીટર પાણી વિતરણ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *