અમદાવાદના લોકો માટે રાહતભર્યા સમાચાર, હવે 5માંથી HMPVનો એક પણ કેસ નહીં, તમામ ડીસ્ચાર્જ

HMPV વાયરસને લઈ મેટ્રો સિટી અમદાવાદ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અગાઉ અમદાવાદમાં HMPV વાયરસના 5 કેસ નોંધાયા હતા. જે બાદમાં આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું હતું અને સંક્રમણને રોકવા કવાયત શરૂ કરી હતી. આ બધાની વચ્ચે હવે સમાચાર સામે આવ્યા છે કે, અમદાવાદમાં HMPVનો એક પણ એક્ટિવ પોઝીટીવ નથી. એટલે સરળ ભાષામાં કહીએ તો 5 HMPV કેસના દર્દીઓ સાજા થઈને ડીસ્ચાર્જ થયા છે.

આ વાયરસ પહેલા ફેફસાં અને વાયુમાર્ગને નિશાન બનાવે છે. આ ચેપ શ્વસનતંત્રના કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આ ચેપ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો, નાના બાળકો અને વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ શકે છે અને તે ગંભીર શ્વસન રોગનું કારણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *