અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ પર રાજકીય દબાણ થતા હાઈકોર્ટ લાલઘૂમ

અમદાવાદમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન પોલીસ પર રાજકીય દબાણની ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. સરકારે જણાવ્યું કે અધિકારીઓને કામગીરી કરતા રોકવામાં આવે છે અને DCP કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવાય છે. હાઈકોર્ટે આવા તત્વો વિરુદ્ધ સખ્ત નારાજગી વ્યક્ત કરી છે. અને અડચણ ઊભી કરનારાઓના નામ માંગ્યા છે.

કોર્ટે જણાવ્યું કે અધિકારીઓને રોકવાનો કોઈને અધિકાર નથી, નહિ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની ઓફ કોર્ટની કાર્યવાહી થશે. JCP અને DCP રસ્તા પર ઉતરી કામગીરી કરે છે. હાઈકોર્ટે દબાણ, રોંગ સાઈડ ડ્રાઈવિંગ વિરુદ્ધ કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. શહેરને ઓલિમ્પિક માટે તૈયાર કરવા સરકારને સૂચના આપવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *