વરસાદની નવી સિસ્ટમ સક્રિય, હવે જ્યાં પડશે ત્યાં બખ્ખા બોલાવશે વરસાદ

ગુજરાતી ખેડુતો માટે ખુશખબર છે. વરસાદની વધારે એક સિસ્ટમ સક્રિય થવાનાં કારણે આજથી જ મેઘાડંબરની રચાવાની શરૂઆત થઇ ચુકી છે. હવે ધીરે ધીરે વરસાદ ફરી એકવાર સક્રિય થશે.

આગામી 15 દિવસમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. ગુજરાતમાં 15 ઓગસ્ટથી ફરી એકવાર મેઘરાજા નવી ઇનિંગની શરૂઆત કરશે. હવામાન વિભાગનાં અનુસાર ગુજરાત તરફી એક ટ્રફ સક્રિય થતા હવે ધીરે ધીરે મેઘાડંબર રચાઇ રહ્યું છે. 10 તારીખથી ધીરે ધીરે ચોમાસુ જામશે 15 તારીખ બાદ બઘડાટી બોલાવશે.

ગુજરાતમાં એક ટ્રફ સક્રિય થઇ રહ્યો છે. જેના કારણે અનુકૂળ વાતાવરણ મળતાં જ્યાં ભેજ હશે ત્યાં વરસાદ વરસાદ ધીરે ધીરે સક્રિય થશે. છેલ્લા 10-12 દિવસથી ગુજરાતથી રૂઠેલા મેઘરાજા ફરી એકવાર ગુજરાત પર કૃપા ફરમાવશે. આવતું અઠવાડીયું ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવ્યા છીએ. જો કે, હવામાન વિભાગ દ્વારા 15 ઓગસ્ટથી વરસાદ શરૂ થવાની આગાહી કરી છે પરંતુ ધીરે ધીરે વરસાદી માહોલ જામવાની શરૂઆત આજથી જ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *