રાજ્યમાં ફરી આ તારીખથી વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનિય છે. 10 ઓગસ્ટની આસપાસની બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાશે. જેની અસરથી ગુજરાતમાં વરસાદ થશે. હવામાન વિભાગે 10 ઓગસ્ટ બાદ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં 15 ઓગસ્ટ બાદ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં વરસાદનો નવા રાઉન્ડ 15 ઓગસ્ટથી શરૂ થશે અને 23 ઓગસ્ટ સુધી મેઘરાજા રાજ્યમાં ધુવાધાર બેટીંગ કરે તેવી સંકેત મળી રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ પડશે, પરંતુ 15 ઓગસ્ટ બાદ વરસાદનું જોર વધશે એટલે કે ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદનું અનુમાન છે. 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી શકે તેમ છે. ખાસ કરીને 15 ઓગસ્ટ બાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિબાગના મોડલ મુજબ ગુજરાતમાં 15 ઓગસ્ટ પહેલા મધ્યમ અને 15 ઓગસ્ટ બાદ ભારે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
વરસાદના લાંબા વિરામ બાદ ફરી ગુજરાતમાં મોનસૂન એક્ટિવ થાય તેવા એેંધાણ જોવા મળી રહ્યાં છે. હવાાન વિભાગ સહિતના અનેક વેઘરના મોડલ આગામી દિવસમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી રહ્યાં છે. હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રમાં આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછુ રહ્યું છે. ઉપલેટા, ધોરાજી, રાજકોટ, જામનગર જિલ્લામાં ખાસ કરીને વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત છે. ત્યારે હવે ખેડૂતો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે 10 ઓગસ્ટ બાદ ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરી છે. 15 ઓગસ્ટ બાદ ભારે સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. રાજ્યમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 15થી 21 ઓગસ્ટ વચ્ચે વરસાદનું જોર વધવાની શક્યતા છે. તો અમદાવાદમાં સામાન્ય વરસાદનું અનુમાન છે.