સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, કીમના મહાદેવ મંદિરમાં ભરાયા પાણી

સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કીમના હરિહરેશ્વર મહાદેવ મંદિર અને રાધા ક્રિષ્ના મંદિરમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે મંદિર જવાના રસ્તે અને મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા હતા. પાણી ભરાઈ જવાને લઈ મંદિર આવતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મંદિર આસપાસની દુકાનો અને કાચા મકાનમાં પણ વરસાદના પાણી ભરાયા હતા.

બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે.ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *