Weather update: રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

ઉનાળાની શરૂઆત થતાંની સાથે હવામાન વિભાગે  હિટવેવ આગાહી કરી છે.  હવામાન વિભાગે રાજ્યના 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં 42 તો સૌરાષ્ટ્રમાં 43 ડિગ્રીએ પારો પહોંચવાની શક્યતા છે. હજુ બે દિવસ આકરી ગરમીથી રાહતની કોઈ શક્યતા નથી. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ, પોરબંદરમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આકરા તાપના કારણે અગનભઠ્ઠીમાં  રાજ્યના મોટાભાગના જિલ્લા ફેરવાયા છે. અમદાવાદ, સુરત સહિત 9 જિલ્લામાં આજે ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો કાલે રાજ્યના કેટલાક જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યું છે. ગાંધીનગરમાં પણ આકરા તાપની હવામાન વિભાગની આગાહી છે.

અંગ દઝાડતી ગરમીને લઈ સોમવારે રાજ્યના 17 શહેરમાં ગરમીનો પારો 39 ડિગ્રીને પાર થઇ ગયો હતો. 45.5 ડિગ્રીના ટોર્ચરમાં દાહોદ પણ  શેકાયું  છે.  ભુજમાં મહતમ તાપમાન 42 ડિગ્રી, સુરતમાં 41.8 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો, Weather Update: ગુજરાતમાં ગરમીને લઈને અપાયું યલો એલર્ટ; જાણો ક્યાં રહેશે કેટલું તાપમાન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *