ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધવાની આગાહી! આ વિસ્તારોમાં તો હોટ એન્ડ હ્યુમિડ પવન ફૂંકાવાની ચેતવણી

ગુજરાત સહિત દેશનું હવામાન હાલમાં ઝડપથી બદલાઈ રહ્યું છે અને તેના અનિયમિત પેટર્નના કારણે સામાન્ય લોકોમાં મૂંઝવણ ઊભી થઈ રહી છે. એક તરફ આકાશમાં કાળા વાદળો છવાયેલા છે, તો બીજી તરફ તીવ્ર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે. આ બેવડી પ્રકૃતિ હવામાન પરિસ્થિતિઓને વધુને વધુ ખતરનાક બનાવી રહી છે. હવામાન વિભાગ (IMD)ની નવીનતમ ચેતવણી સૂચવે છે કે પરિસ્થિતિ સામાન્યથી ઘણી દૂર છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે, અને તેની અસર એકસાથે અનેક રાજ્યોમાં અનુભવાવાની ધારણા છે. ભારે પવન, વરસાદ અને વાવાઝોડાનું જોખમ વધ્યું છે. કેટલાક પ્રદેશોમાં કરા પણ પડી શકે છે. 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી છે. કેટલાક રાજ્યોમાં તાપમાનમાં તીવ્ર વધારો થવાની ધારણા છે, જેના કારણે ગરમીની સ્થિતિ શરૂ થશે. એક તરફ તોફાન અને વરસાદનો ભય, અને બીજી તરફ ગરમીમાં વધારો…

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલા બુલેટિન મુજબ આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે. આ વધારા બાદ તાપમાનનો પારો સ્થિર રહેવાની સંભાવના છે. વધતી જતી ગરમીને કારણે જનજીવન પ્રભાવિત થશે. ખાસ કરીને બપોરના સમયે આકાશ એકદમ સાફ રહેવાના કારણે સૂર્યના સીધા કિરણો દઝાડનારી ગરમીનો અહેસાસ કરાવશે. અમદાવાદમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગે ખાસ કરીને 12થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીના પ્રકોપની ચેતવણી આપી છે. આ ચાર દિવસ દરમિયાન પારો ઊંચો જવાની સાથે પવનોની દિશામાં થતા ફેરફારોને કારણે વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગના મતે આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. કમોસમી વરસાદની હાલ કોઈ શક્યતા નથી જેનાથી ગરમીમાં વધારો થશે. આકાશ ચોખ્ખું રહેવાથી હીટ ઇન્ડેક્સમાં વધારો જોવા મળી શકે છે.

હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા વાતાવરણ માટે એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે લોકોને અસહ્ય બફારા અને અકળામણનો સામનો કરવો પડશે. સામાન્ય રીતે સૂકી ગરમી કરતાં ભેજવાળી ગરમી વધુ પરેશાન કરતી હોય છે.

કલોલ તાલુકા પંચાયત ચૂંટણીમાં ચોંકાવનારા ખુલાસા! 😳
ગંભીર આક્ષેપોએ રાજકારણમાં મચાવ્યો ખળભળાટ… https://www.instagram.com/reel/DXEVJq4jQDX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
શું છે આ આખી હકીકત? કોણ છે પાછળ?
👉 સત્ય જાણવા માટે આ વીડિયો જરૂર જુઓ!

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: નારી શક્તિ વંદન બિલને લઈને PM મોદીએ લોકસભા-રાજ્યસભાના સાંસદોને પત્ર લખ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *