નારી શક્તિ વંદન બિલને લઈને PM મોદીએ લોકસભા-રાજ્યસભાના સાંસદોને પત્ર લખ્યો

દેશમાં મહિલા સશક્તિકરણને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું તરીકે નરેન્દ્ર મોદીએ લોકસભા અને રાજ્યસભાના તમામ પક્ષોના સાંસદોને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે “નારી શક્તિ વંદન કાયદા”ને સમર્થન આપવા માટે સર્વપક્ષીય સહકારની અપીલ કરી છે.

આ પત્રમાં તેમણે જણાવ્યું કે, 16 એપ્રિલથી સંસદમાં આ કાયદા અંગે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચર્ચા શરૂ થવાની છે. આ પ્રસંગને તેમણે લોકશાહીને વધુ મજબૂત બનાવવાની સાથે દેશની એકતા અને સર્વસમાવેશક ભાવનાને આગળ વધારવાની તક તરીકે વર્ણવી છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં ભાર મૂક્યો કે સમાજની સાચી પ્રગતિ ત્યારે જ શક્ય બને છે જ્યારે મહિલાઓને સમાન તક મળે અને તેઓ નિર્ણય પ્રક્રિયામાં સક્રિય ભાગ ભજવે. તેમણે જણાવ્યું કે, આજના સમયમાં ભારતીય મહિલાઓ દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી રહી છે-ચાહે તે અવકાશ વિજ્ઞાન હોય, રમતગમત, સશસ્ત્ર દળો કે સ્ટાર્ટઅપ્સ.

તેમણે વધુમાં જણાવ્યું કે મહિલા અનામતનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે, પરંતુ 2023માં સંસદે એકતા દર્શાવીને આ દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. આ કાયદો માત્ર નીતિ નહીં, પરંતુ દેશની બહેનો અને દીકરીઓને આગળ વધારવાનો સંકલ્પ છે. આગામી ચર્ચા માટે તમામ રાજકીય પક્ષોને સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરતાં, પીએમ મોદીએ જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલાઓની સંપૂર્ણ ભાગીદારી અનિવાર્ય છે.

લિંબાયત વિસ્તારમાં પોલીસની કડક કાર્યવાહી 🚨
અસામાજિક તત્વો સામે લેવાયો મોટો એક્શન. શું છે સંપૂર્ણ મામલો?
વાંચો અહીં https://www.instagram.com/reel/DXEVJq4jQDX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજથી ભાજપ દ્વારા પ્રચાર અભિયાનનો પ્રારંભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *