હાર્દિક હુન્ડિયાએ જૂનાગઢવાસીઓને દરરોજ સ્વરકોકિલા દિવાળીબેન ભીલના દર્શનનું સૌભાગ્ય અપાવ્યું

જૂનાગઢના આંગણે પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા સ્થાપિત કરાવવી મારા જીવનનો સૌથી મોટો ગૌરવ છે: હાર્દિક હુન્ડિયા

પત્રકાર હાર્દિક હુન્ડિયાએ જૂનાગઢમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમા સ્થાપિત કરાવીને ઇતિહાસ રચ્યો છે, દેશના પત્રકારત્વ જગતનું ગૌરવ વધાર્યું છે અને જૈન, આદિવાસી તથા સનાતન સમાજની એકતાનો અમૂલ્ય સંદેશ આપ્યો છે. 2 જૂનની તારીખ જૂનાગઢના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ જશે, જ્યારે બસ સ્ટેન્ડ સર્કલ, જૂનાગઢ ખાતે દિવાળીબેન ભીલની પ્રતિમાનું સ્થાપન અને અનાવરણ કરવામાં આવશે, જેના સાક્ષી સમગ્ર જૂનાગઢવાસીઓ બનશે.

સંતો અને મહંતોની ધરતી પર વિશ્વભરમાં પ્રસિદ્ધ લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલમાં માતા શબરીના દર્શન થતાં, મુંબઈના હીરા માણેક ગ્રુપના હાર્દિકભાઈ હુન્ડિયાએ જૂનાગઢમાં પૂજનીય દિવાળીબેન ભીલની પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. પ્રતિમા તૈયાર થયા બાદ હાર્દિકભાઈ ખાસ મુંબઈથી જૂનાગઢ આવી તેને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને અર્પણ કરવા પહોંચ્યા હતા.

વર્ષ 2025ની 2 જૂનના રોજ દિવાળીબેન ભીલની પ્રતિમાને સુંદર રીતે સજાવેલી બગ્ગીમાં રાખીને વણજારી ચોકથી મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઓમપ્રકાશ સાહેબને સોંપવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મશ્રી હાજી રમકડુ, અમુદાનભાઈ ગઢવી, દિવાળીબેન ભીલના ભત્રીજા વિજયભાઈ, હેમુ ગઢવીના પુત્ર બિહારીભાઈ, હાસ્ય કલાકાર ધારશી બરેડિયા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હીરા માણેક અખબારના પ્રધાન સંપાદક હાર્દિક હુન્ડિયાએ વધુમાં જણાવ્યું હતું કે જૂનાગઢમાં આ પ્રતિમાનું નિર્માણ અને સ્થાપન કરવાનો અવસર મળવો તેમના જીવનની સૌથી અમૂલ્ય અને ગૌરવપૂર્ણ ક્ષણ છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *