Gujarat will get a new DGP: 1 જુલાઈએ ગુજરાતને મળશે નવા DGP, આ બે અધિકારીઓના નામ વધારે ચર્ચામાં

ગુજરાતને નવા ડીજીપી 1 જુલાઈએ મળશે. 5 IPS ઓફિસરની યાદી કેન્દ્રમાં મોકલવામાં આવી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયની સમયમર્યાદા પૂર્ણ થતાં તેઓ નિવૃત્ત થશે. નવા ડીજીપીના નામને લઇને બે અધિકારીઓ ખાસ ચર્ચામાં છે. ડો કે.એલ.એન રાવ અને જી.એસ.મલિક આ બે નામોમાંથી કોઇ એકની પસંદગી થાય તેવી સંભાવના દર્શાવાઇ રહી છે.

સરકારની ‘ગુડ બુક’માં હોય તેના પર પસંદગીનો કળશ ઢોળાય તેવી સંભાવના વિશેષ હોય છે કારણ કે એકવાર ડીજીપી નિમણુંક થઇ જાય પછી બે વર્ષ જેટલો લાંબો તેમનો કાર્યકાળ હોય છે. કેટલીક વાર અધિકારી સરકારની ગુડ બુકમાં હોવાને લઇ કે પછી સિનિયોરિટી જેવા કારણ સાથે ડીજીપીના હોદ્દા માટે પોતાને સૌથી લાયક માનતા હોય છે, પરંતુ સરકાર ઇચ્છે તો અમુક અધિકારીઓને સુપર સીડ કરીને અન્ય અધિકારીને પણ પોસ્ટીંગ આપી શકે છે.

સામાન્ય રીતે ડીજીપી રાજ્યના સૌથી સિનિયર મોસ્ટ આઇપીએસ અધિકારીમાંથી પસંદગી પામતા હોય છે. UPSC ડીજીપી સિલેક્શનમાં મોટો ભાગ ભજવે છે.જો અધિકારીને નિવૃતિના છ મહિના બાકી હોય અને તેની ડીજીપી તરીકે નિયુક્તિ થાય તો તેનો કાર્યકાળ આપોઆપ 2 વર્ષ સુધી લંબાઇ જાય છે.

આ પણ વાંચો, ગુજરાત હાઈકોર્ટ બાદ હવે રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *