Weather Update: માવઠાની આગાહી દરમિયાન Ahmedabadમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસ્યો વરસાદ

હવામાન વિભાગે રાજ્યમાં વાતાવરણમાં પલટાની શકયતા વ્યકત કરતા આગામી 7 દિવસ માવઠાની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારમાં સવારથી વરસાદે દસક દીધી છે. અમદાવાદમાં પણ આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું,. વાદળા વચ્ચે ઝરમર વરસાદ શરૂ થયો છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમી પડી રહી હતી. તાપમાનનો પારો 42ને પાર પહોંચી ગયો હતો. આ અગનવર્ષાની સ્થિતિની વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા લોકોએ ગરમીથી રાહત અનુભવી છે. સવારમાં ઠંડા પવન સાથે વાદળો છવાઇ જતાં અમદાવાદમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે.અમદાવાદમાં વાતાવરણ ખુશનુમા બન્યું છે.
ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ પણ તેજ રહેવાનું અનુમાન છે. આગામી સાત દિવસ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાવાવની સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં સવારથી જ વરસાદે દસ્તક દીધી હતી.
આ પણ વાંચો, Khedbrahma: ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા 3ના મોત, 10 ઘાયલ