તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો

ગુજરાતમાં તહેવારો ટાણે જ જનતા પર મોંઘવારીનો મોટો માર પડ્યો છે, ગુજરાતમાં વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીના વધારો કરવાના સમાચાર સામે આવ્યા છે. વીજ બીલ પર આ નવા બોજની અસર હવે પછીના બીલમાં જોવા મળશે.

આગામી તહેવારો ટાણે જ સરકારી વીજ કંપનીઓ દ્વારા FPPAS (ઈંધણ સરચાર્જ)માં 3.99 ટકાનો વધારો ઝીંકાતા રાજ્યભરના તમામ ઘર, ઓફિસ અને દુકાન ધરાવતા વીજ ગ્રાહકોના બિલમાં યુનિટ દીઠ 30 થી 45 પૈસાનો સીધો આર્થિક બોજ વધશે.

વિગતો અનુસાર, મોંઘવારીનો માર વેઠતી રાજ્યની સામાન્ય જનતા પર તહેવારોના સમયે જ વધુ એક નવો બોજ આવી પડ્યો છે. સરકારી વીજ કંપનીઓના જોડાણ ધરાવતા ગ્રાહકો માટે FPPAS (ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવર પર્ચેસ એડજસ્ટમેન્ટ સચાર્જ) ચાર્જમાં 3.99 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયના પરિણામે તમામ ગ્રાહકોના આગામી વીજ બીલમાં દર મહિને વપરાતા યુનિટ દીઠ 30 થી 45 પૈસા સુધીનો વધારો જોવા મળશે. મોંઘવારી વચ્ચે વીજળીના દર વધતાં સામાન્ય પરિવારથી લઈને નાના વેપારીઓ માટે પોતાના માસિક બજેટને સંતુલિત રાખવું વધુ પડકારજનક બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *