દેવભૂમિ દ્વારકાથી લઇને કચ્છ સુધી…, આગામી 3 કલાકમાં જ ગુજરાતના આ જિલ્લાઓને મેઘો ઘમરોળશે

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કેટલાક જિલ્લામાં જોરદાર વરસાદ પડવાની શક્યતા છે. આગામી સમયગાળામાં રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ અને હળવા વરસાદની શક્યતા છે, જેના કારણે લોકોને વરસાદ માટે તૈયારી રાખવી જરૂરી છે.
ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ વિસ્તારમાં વરસાદની આવકથી નદી-નાળા ઉપર પાણીની સપાટીમાં વધારો થઈ શકે છે, તેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. આ વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાવા, ગાડી ચાલાવતી વખતે સુચનાઓનું પાલન કરવું જોઇએ.
જ્યારે બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, ખેડા, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની શક્યતા છે.